Get The App

PBKS vs DC : IPL 2025માં જીત સાથે દિલ્હી કેપિટલ્સની સફર સમાપ્ત, પંજાબ કિંગ્સની 6 વિકેટથી હાર

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
DC vs PBKS


IPL 2025 PBKS vs DC : IPL 2025 ની 66મી મેચ આજે પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાઇ હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સની 6 વિકેટથી જીત થઇ હતી. આમ દિલ્હી કેપિટલ્સે આ સિઝનની તેની છેલ્લી મેચમાં જીત હાંસલ કરીને પોતાની સફર સમાપ્ત કરી છે. પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 207 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. 

મેચમાં પંજાબ કિંગ્સનું પ્રદર્શન

પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત સારી નહોતી. ઓપનર બેટર પ્રિયાંશ આર્ય 9 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો, પ્રભસિમરન સિંહ 18 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. જો કે, બાદમાં જોશ ઇંગ્લિશની 12 બોલમાં 32 રન, શ્રેયસ ઐયરની 34 બોલમાં 53 રન અને માર્ક્સ સ્ટોઇનિસની 16 બોલમાં અણનમ 44 રનની શાનદાર ઇનિંગની સહારે પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 207 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.

મેચમાં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન

આજે પંજાબ કિંગ્સના બેટર્સ સામે દિલ્હી કેપિટલ્સના બોલર્સે સારું પ્રદર્શન કર્યું હતું. મેચમાં મુસ્તફિઝુર રહેમાને 1 વિકેટ ઝડપી હતી. આ સિવાય કુલદીપ યાદવ અને વિપ્રજ નિગમે 2-2 વિકેટ તેમજ મુકેશ કુમારે 1 વિકેટ ઝડપી હતી. આ સિવાય મેચમાં દિલ્હીના બેટર્સ પણ સારી લયમાં જોવા મળ્યા હતા. દિલ્હીના દરેક બેટરે ટીમને જીત અપાવવામાં ભૂમિકા ભજવી હતી. ઓપનર કે.એલ. રાહુલે 21 બોલમાં 35 રન અને ફેફ ડુ પ્લેસીસે 15 બોલમાં 23 રન બનાવ્યા હતા. કરુણ નાયરે 27 બોલમાં 44 રન બનાવી સારી બેટિંગ કરી હતી. આ સિવાય સમીર રિઝવીએ તોફાની બેટિંગ કરીને 25 બોલમાં 58 રન બનાવ્યા હતા. 

Tags :