એક વર્ષ બાદ આ સ્ટાર ખેલાડીની ભારતની ટેસ્ટ ટીમમાં થશે વાપસી! ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 15 સદીનો રેકોર્ડ
Shreyas Iyer come back in Test Cricket: ભારત 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે તૈયાર છે. ભારત આ ટેસ્ટ સીરિઝ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ની શરૂઆત કરશે. આ ટેસ્ટ સીરિઝ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનવાની છે કારણ કે વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી ભારત પહેલી વાર રમશે. એવામાં હવે એક વર્ષ બાદ શ્રેયસ ઐયર હવે ભારતની ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે.
શ્રેયસે એક વર્ષ પહેલા રમી હતી ટેસ્ટ મેચ
એવામાં શ્રેયસ ઐયર ટીમ ઇન્ડિયા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થઇ શકે છે. ભારતીય ટીમનો આ ક્રિકેટર એકલા હાથે આખી ઇંગ્લેન્ડ ટીમને હરાવી શકે છે. શ્રેયસ ઐયર એક વર્ષ પછી ભારતની ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે. શ્રેયસ ઐયરે 2 ફેબ્રુઆરી, 2024ના રોજ ઈંગ્લેન્ડ સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં ચોથા નંબરે કરી શકે છે બેટિંગ
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઇન્ડિયા માટે શ્રેયસ ઐયર ચોથા નંબરે બેટિંગ કરીને વિરાટ કોહલીનું સ્થાન ભરી શકે છે. શ્રેયસ ઐયર પાસે ઝડપી બોલરો અને સ્પિનરોનો સામનો કરવાની અદ્ભુત ટેકનિક છે. તેમજ તે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી અને ત્રેવડી સદી ફટકારવાની ક્ષમતા ધરાવે છે.
આ પણ વાંચો: 2 વર્ષથી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સ્કવૉડથી બહાર ચાલતા સ્ટાર ખેલાડીની કારકિર્દી પણ અંતના આરે?
સિકસર ફટકારીને રન બનાવવામાં છે એક્સપર્ટ
શ્રેયસ ઐયરના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અદ્ભુત રેકોર્ડ છે. ઐયરે 81 ફર્સ્ટ ક્લાસ મેચમાં 6363 રન બનાવ્યા છે. શ્રેયસ ઐયરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 15 સેન્ચુરી અને 33 ફિફ્ટી ફટકારી છે. શ્રેયસ ઐયરનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બેસ્ટ સ્કોર 233 રન છે. ઐયરે ટીમ ઈન્ડિયા માટે 14 ટેસ્ટ મેચમાં 811 રન બનાવ્યા છે તેમજ ટેસ્ટમાં 1 સેન્ચુરી અને 5 ફિફ્ટી ફટકારી છે.