Get The App

ICUમાં દાખલ શ્રેયસ અય્યરની હવે કેવી છે તબિયત? BCCIએ આપી મેડિકલ અપડેટ

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
ICUમાં દાખલ શ્રેયસ અય્યરની હવે કેવી છે તબિયત? BCCIએ આપી મેડિકલ અપડેટ 1 - image


Shreyas Iyer Admitted to ICU: ભારતીય ક્રિકેટ ટીમના ODI વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ(ODI) મેચ દરમિયાન પાંસળીમાં ગંભીર ઈજા પહોંચી હતી. એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ડાબી પાંસળીમાં થયેલી આ ઈજાને કારણે આંતરિક રક્તસ્રાવ(Internal Bleeding) થતાં, તેને સિડનીની એક હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ(ICU)માં દાખલ કરવામાં આવ્યો છે. આગામી પાંચથી સાત દિવસ સુધી હૉસ્પિટલમાં જ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે તેવી શક્યતા છે.

કેચ બાદ તરત જ હૉસ્પિટલ ખસેડાયો

અહેવાલો અનુસાર, શ્રેયસ ઐયરને શનિવારે (26મી ઑક્ટોબર) મેચ દરમિયાન ડાબી પાંસળીમાં ઈજા થઈ હતી. એલેક્સ કેરીનો કેચ પકડ્યા બાદ તે પીડામાં હોવાનું જણાતા તેને તરત જ ડ્રેસિંગ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. BCCIની મેડિકલ ટીમે ડ્રેસિંગ રૂમમાં પ્રાથમિક તપાસ બાદ પરિસ્થિતિની ગંભીરતા જોતાં તાત્કાલિક કાર્યવાહી કરી અને ઐયરને હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. 

BCCIએ અય્યરના સ્વાસ્થ્ય અંગે શું કહ્યું? 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 25 ઓક્ટોબરે સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ફિલ્ડિંગ દરમિયાન ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરને એક ગંભીર ઇજા થઈ હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જેને લઈને હવે BCCI દ્વારા અપડેટ આપવામાં આવી છે. 

શ્રેયસ ઐય્યરને સ્પ્લિન એટલે કે બરોળના ભાગે ઇજા થઈ છે. જેની સારવાર કરવામાં આવી રહી છે. BCCI એ જણાવ્યું છે કે તેની તબિયત હાલ સ્થિર છે અને ઝડપથી રિકવર થઈ રહ્યો છે. સિડની અને ભારતના સ્પેશ્યાલિસ્ટ્સ સાથે BCCI ની મેડિકલ ટીમ પણ તેની સારવાર અંગે સતત અપડેટ લઈ રહી છે. ભારતીય ડોક્ટર્સની ટીમ પણ ઓસ્ટ્રેલિયામાં તેની સારવાર દરમિયાન સાથે જ રહેશે.


આ પણ વાંચો: IPL : રોહિત શર્માનો ખાસ મિત્ર બનશે KKRનો હેડ કોચ? ને લઈને અટકળો તેજ

રક્તસ્રાવને કારણે ICUમાં રહેવું જરૂરી!

હૉસ્પિટલમાં રિપોર્ટ આવ્યા બાદ પાંસળીમાં ઇન્ટરનલ બ્લીડિંગ જોવા મળ્યું, જેના કારણે તેમને તાત્કાલિક ICUમાં દાખલ કરવો પડ્યો. સૂત્રોના જણાવ્યાનુસાર, રક્તસ્રાવને કારણે ચેપ ફેલાતો અટકાવવા માટે ઐયરને તેની રિકવરી પર આધાર રાખીને, બેથી સાત દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. જો કે, ઈજાની ગંભીરતા જોતાં, શરુઆતમાં તેમને ત્રણ અઠવાડિયા સુધી રમતથી દૂર રહેવાની અપેક્ષા હતી, પરંતુ હવે તેમનો સ્વસ્થ થવાનો સમયગાળો લાંબો થઈ શકે છે, જેનાથી આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પણ અસર પડી શકે છે.


Tags :