Sports

IPL : રોહિત શર્માનો ખાસ મિત્ર બનશે KKRનો હેડ કોચ? ને લઈને અટકળો તેજ

By GS TEAM
26 Oct 20252 mins read
TukuTouch Logo
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની શરૂઆત હજુ ઘણા દિવસો બાકી છે, છે, પરંતુ બધી ટીમોએ આગામી સીઝન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરફથી મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અભિષેક નાયર KKR ના આગામી મુખ્ય કોચ બનવા માટે તૈયાર છે. એક અહેવાલ મુજબ અભિષેક નાયરને ફ્રેન્ચાઇઝીએ ગયા અઠવાડિયે તેમના નિર્ણયની જાણ કરી હતી. ફ્રેન્ચાઇઝ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે તેવી અપેક્ષા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL : રોહિત શર્માનો ખાસ મિત્ર બનશે KKRનો હેડ કોચ? ને લઈને અટકળો તેજ

Abhishek Nayar : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની શરૂઆત હજુ ઘણા દિવસો બાકી છે, છે, પરંતુ બધી ટીમોએ આગામી સીઝન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરફથી મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અભિષેક નાયર KKR ના આગામી મુખ્ય કોચ બનવા માટે તૈયાર છે. એક અહેવાલ મુજબ અભિષેક નાયરને ફ્રેન્ચાઇઝીએ ગયા અઠવાડિયે તેમના નિર્ણયની જાણ કરી હતી. ફ્રેન્ચાઇઝ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે તેવી અપેક્ષા છે.

ચંદ્રકાન્ત પંડિતની જગ્યા લેશે અભિષેક 

અભિષેક નાયર કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં ચંદ્રકાન્ત પંડિતનું સ્થાન લેશે. ફ્રેન્ચાઇઝે થોડા મહિના પહેલા પંડિતને મુખ્ય કોચ પદ પરથી દૂર કર્યા હતા. તેમની દેખરેખ હેઠળ KKR એ કુલ ત્રણ સીઝનમાં ભાગ લીધો હતો. આ સમયગાળા દરમિયાન ટીમે ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને IPL 2024નો ખિતાબ જીત્યો હતો. પંડિત ઘરેલુ ક્રિકેટમાં કોચ તરીકે છ વખત રણજી ટ્રોફી જીતવા માટે પણ મશહૂર છે.

આ પણ વાંચો: સિડનીને અલવિદા... ભારત પરત ફરતા પહેલા હિટમેન રોહિત શર્માની ભાવુક પોસ્ટ વાઇરલ

અભિષેક નાયરનો અનુભવ

રોહિત શર્માના નજીકના મિત્ર અભિષેક નાયરનો IPLમાં કોચિંગનો આ પહેલો પ્રસંગ નથી. પહેલા પણ તે કોચિંગ સ્ટાફનો ભાગ રહી ચૂક્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024નો ખિતાબ જીત્યો ત્યારે તેણે KKRના સહાયક કોચ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત તેમણે ભારતીય ટીમ માટે સહાયક કોચ તરીકે પણ સેવા આપી છે. જોકે, મુખ્ય કોચ તરીકે આ તેઓ પહેલીવાર કાર્ય કરવાના છે.