Sports

અગરકર નહીં પણ ગૌતમ ગંભીરને કારણે શમીની મુશ્કેલી વધી? પૂર્વ ભારતીય ખેલાડીનો દાવો

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો છે. ભૂતપૂર્વ ક્રિકેટર અતુલ વસને શમીની કારકિર્દી અને ઈજાઓ છતાં આપેલા પ્રદર્શનના વખાણ કર્યા. વસને ભારતીય ક્રિકેટમાં સિનિયર ખેલાડીઓ પ્રત્યેના વ્યવહાર પર સવાલો ઉઠાવ્યા. હેડ કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન શમી માટે ટીમમાં વાપસી મુશ્કેલ બની, જેના કારણે તેણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અગરકર નહીં પણ ગૌતમ ગંભીરને કારણે શમીની મુશ્કેલી વધી? પૂર્વ ભારતીય ખેલાડીનો દાવો

Mohammad Shami Retier : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેવાના નિર્ણય બાદ ક્રિકેટ જગતમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. ભૂતપૂર્વ ક્રિકેટર અતુલ વસને શમીની શાનદાર કારકિર્દી અને ઘૂંટણની ગંભીર ઈજાઓ છતાં વૈશ્વિક સ્તરે આપેલા શાનદાર પ્રદર્શનના ભારે વખાણ કર્યા હતા. વસને અફસોસ વ્યક્ત કર્યો હતો કે રણજી ટ્રોફીમાં સખત મહેનત કરી કમબેક કરવા છતાં શમીની ટેસ્ટ કારકિર્દીનો આવી રીતે કરૂણ અંત આવ્યો તે અત્યંત દુઃખદ છે, કારણ કે તે હજુ પણ આ ફોર્મેટ માટે સંપૂર્ણ ફિટ હતો અને લાયક સ્થાન મેળવવો હકદાર હતો.

અતુલ વસને ભારતીય ક્રિકેટમાં સિનિયર ખેલાડીઓ પ્રત્યેના વ્યવહાર અને સન્માનને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે મોટો દાવો કરતા કહ્યું હતું કે ભારતીય ક્રિકેટમાં હવે દિગ્ગજ ખેલાડીઓને મળતી શાલિનતા અને માન-સન્માનની ભારે કમી જોવા મળી રહી છે. વસને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હેડ કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન મોહમ્મદ શમી માટે ટીમમાં વાપસી કરવી લગભગ અશક્ય અને મુશ્કેલ બની ગઈ હતી, જેના કારણે આ ફાસ્ટ બોલરે ભારે મનદુઃખ સાથે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવું પડ્યું છે.

આ સાથે જ પૂર્વ ખેલાડીએ ઉમેર્યું હતું કે હવે શમી માટે વનડે ક્રિકેટમાં પણ તક મેળવવી ખૂબ જ મુશ્કેલ સાબિત થશે, કારણ કે ઉંમરની અસર ખેલાડીના પ્રદર્શન પર દેખાય જ છે. ઉલ્લેખનીય છે કે શમીએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2021-23ની WTC ફાઇનલ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. શમીની આ અણધારી વિદાય પર દુઃખ વ્યક્ત કરતા વસને અંતમાં જણાવ્યું હતું કે, 'રાજા અમર રહે… રાજા હવે નથી રહ્યા,' જેણે ભારતીય ક્રિકેટમાં સિનિયરોના ભવિષ્ય પર ફરી એકવાર મોટા સવાલો ઊભા કરી દીધા છે.