ફિટનેસ ડામાડોળ અને ફૉર્મ પર ઉઠતાં સવાલ... ટીમ ઈન્ડિયાના ખેલાડીનું કપાશે પત્તું?
India Vs England Test Series: BCCI ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી 23 અથવા 24 મેના રોજ થઈ શકે છે. આ વખતે ટીમ થોડી અલગ દેખાશે, કારણ કે રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. BCCI એ નવા કેપ્ટનની શોધ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત, આ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને પણ તક મળી શકે છે, જેમણે IPL અને સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઇંગ્લેન્ડ પ્રવાસથી શરૂ થશે, તેથી બીસીસીઆઈ કોઈ જોખમ લેવા માંગતું નથી. જે મોટા ખેલાડીઓ ફૉર્મમાં નથી તેમને ટીમની બહારનો રસ્તો પણ બતાવી શકે છે. આ યાદીમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ સૌથી આગળ છે.
મોહમ્મદ શમી હજી પૂરા જોશમાં નહીં
મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થયા બાદ ક્રિકેટના મેદાનમાં પરત તો ફર્યો છે, પરંતુ પોતાના જૂના ફૉર્મેટમાં દમદાર પર્ફોર્મન્સ આપી શક્યો નથી. આઈપીએલમાં બોલિંગ દરમિયાન સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. જેથી પાંચ ટેસ્ટ મેચની આ ટૂર્નામેન્ટમાં તેની પસંદગી થવી મુશ્કેલ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈના એક સૂત્રએ દાવો કર્યો છે કે, 'ઈંગ્લેન્ડ પ્રવાસ માટે મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવશે નહીં, તેનો ફૉર્મ અને ફિટનેસ ચિંતાનો વિષય છે. શમી ઘણા મહિનાઓથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે, પરંતુ હજુ પોતાનો જાદુ ચલાવી શક્યો નથી. છેલ્લે મોહમ્મદ શમીએ 2023 માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટેસ્ટ રમી હતી.
આ પણ વાંચોઃ નિવૃત્તિ અંગે પોતાનો નિર્ણય બદલવા તૈયાર નથી વિરાટ કોહલી, હવે શું કરશે BCCI?
ફિટનેસ પર પ્રશ્નો
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ફિટનેસ હાલમાં ચિંતાનો વિષય છે. તે પોતાનો રન-અપ પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેનો બોલ વિકેટકીપર સુધી પહોંચી શકતો નથી. ટેસ્ટ ટીમની પસંદગીમાં IPL પર્ફોર્મન્સ કોઈ ખાસ મહત્વ ધરાવતું નથી, તેમ છતાં શમી હાલ ફૉર્મમાં દેખાઈ રહ્યો નથી, જે સિલેક્શન કમિટી માટે ચિંતાનો વિષય બન્યો છે.
થોડા સમય પહેલાં, સિલેક્શન કમિટીએ વિચાર મૂક્યો હતો કે, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં રોટેટ કરવામાં આવશે, વર્કલોડને કારણે, બુમરાહ પોતે ફક્ત બે કે ત્રણ મેચ જ રમશે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલિંગ પર અસર પડી શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં વાપસી
મોહમ્મદ શમીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં વાપસી કરી હતી, પરંતુ તેની બોલિંગમાં કોઈ ખાસ પ્રગતિ ન હતી. IPL 2025માં પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. આ સિઝનમાં, તેણે 180 બોલમાં 337 રન આપ્યા હતાં. તેનો ઈકોનોમી રેટ 11.23 છે અને ઇકોનોમી રેટ 11.23 રહ્યો હતો. જેમાં તે ફક્ત 6 વિકેટ જ લેવા સફળ રહ્યો હતો.