નિવૃત્તિ અંગે પોતાનો નિર્ણય બદલવા તૈયાર નથી વિરાટ કોહલી, હવે શું કરશે BCCI?
Virat Kohli's Retirement! : ભારતીય ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી પણ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે. BCCIના નજીકના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે 36 વર્ષીય દિગ્ગજ ખેલાડીએ હાલમાં જ રમતના સૌથી લાંબા ફોર્મેટથી દૂર રહેવાનો ઈચ્છા વ્યક્ત કરી છે. કોહલીએ BCCIને પોતાની વાત જણાવી હતી, જે બાદ ભારતીય બોર્ડ દ્વારા કોહલીને મનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : ભારતની ટેસ્ટ ટીમમાં થશે સ્ટાર ગુજરાતી ખેલાડીની એન્ટ્રી? એક દાયકાથી છે ટીમનો અભિન્ન અંગ
પરંતુ બેટરે પોતાનું મન બનાવી લીધું છે
સુત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જ એક મોટું અપડેટ સામે આવ્યું છે. કોહલીને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની પોતાની ઈચ્છા પર પુનર્વિચાર કરવા વિનંતી કરવામાં આવી હતી, પરંતુ આ અંગે કોહલી મક્કમ છે. માહિતી પ્રમાણે BCCIએ આ બાબતે કોહલી સાથે વાત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેમાં ભારતના ખૂબ જ બિનઅનુભવી મિડલ ઓર્ડરમાં તેની હાજરી કેટલી મહત્ત્વપૂર્ણ છે તે દર્શાવવામાં આવ્યું છે, પરંતુ બેટરે પોતાનું મન બનાવી લીધું છે.
આ પણ વાંચો : ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ટીમના કેપ્ટનનું નામ લગભગ ફાઈનલ! જાણો ક્યારે થશે જાહેરાત
આવતા અઠવાડિયે બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે
મીડિયાના એક સુત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે કોહલીએ બે અઠવાડિયા પહેલા પસંદગીકારોને ટેસ્ટ છોડવા માટે પોતાની ઈચ્છા વિશે વાત કરી હતી. જ્યારે તેઓ તેને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં રમવા માટે મનાવવાની કોશિશ કરી રહ્યા છે. જો કે, કોહલી તેની ઈચ્છા પર અડગ છે. માહિતી પ્રમાણે આવતા અઠવાડિયે બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.