Get The App

શાહિદ આફ્રિદીએ ફરી ઝેર ઓક્યું, શિખર ધવન વિશે વાંધાજનક શબ્દો વાપર્યા, કહ્યું-ભારતીય ખેલાડીઓ નિરાશ...

Updated: Jul 21st, 2025

GS TEAM

Google News
Google News
શાહિદ આફ્રિદીએ ફરી ઝેર ઓક્યું, શિખર ધવન વિશે વાંધાજનક શબ્દો વાપર્યા, કહ્યું-ભારતીય ખેલાડીઓ નિરાશ... 1 - image


IND vs PAK WCL Match: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 20મી જુલાઈએ મેચ રમવાની હતી. પરંતુ પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારતીય ખેલાડીઓએ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો અને મેચ રદ કરાઈ હતી. ત્યારબાદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારત સામે ઝેર ઓક્યું હતું. તેમણે કહ્યું કે, 'ભારતીય ક્રિકેટરો મેચ ન રમી શકવાથી નિરાશ થયા હતા.' આ ઉપરાંત તેણે આ મેચ રદ થવા માટે શિખર ધવનને દોષી ઠેરવ્યો હતો.

શાહિદ આફ્રિદીએ શું કહ્યું?

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારતના છેલ્લા ઘડીના નિર્ણયની ટીકા કરી હતી. તેમણે કહ્યું, 'અમે અહીં ક્રિકેટ રમવા આવ્યા છીએ. જો ભારતને પાકિસ્તાન સામે રમવા માંગતું ન હોત, તો તેમણે અહીં આવતા પહેલા ના પાડી દેવી જોઈતી હતી. પરંતુ હવે તમે આવ્યા છો, પ્રેક્ટિસ પણ કરી છે અને પછી અચાનક એક જ દિવસમાં બધું બદલી નાખ્યું છે.'

શાહિદ આફ્રિદીએ કહ્યું કે, 'રમત દેશોને નજીક લાવે છે. જો રાજકારણ દરેક વસ્તુની વચ્ચે આવી જાય, તો તમે કેવી રીતે આગળ વધશો? વાતચીત વગર બાબતોનો ઉકેલ આવી શકતો નથી. આવી ઘટનાઓનો હેતુ એકબીજાને મળવાનો પણ હોય છે. પરંતુ તમે જાણો છો, હંમેશા એક સડેલું ઈંડું હોય છે, જે બધું બગાડે છે.'

આ પણ વાંચો: IND vs ENG : રિષભ પંતની હરકત પર ભડક્યા ભારતના પૂર્વ ક્રિકેટર, ચેતવણી આપી


શિખર ધવન વિશે તેમણે કહ્યું કે, જો ભારતીય ટીમ WCL 2025 માં ક્રિકેટ રમવા માંગતી ન હોત, તો તેમણે ઘરે જ રહેવું જોઈતું હતું. મને લાગે છે કે ભારતીય ટીમ ફક્ત એક ખેલાડીના કારણે મેચમાંથી ખસી ગયા. ભારતીય ટીમ પણ ખૂબ નિરાશ છે. તે અહીં રમવા આવ્યા હતા.'

શિખર ધવને લીધો આ નિર્ણય 

ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ, સુરેશ રૈના, હરભજન સિંહ, ઈરફાન અને યુસુફ પઠાણે પાકિસ્તાન સામેની મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. 22મી એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લોકોના રોષને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ ખેલાડીઓ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને પોતાના સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મે  મેચમાં ન રમવાનો નિર્ણય લીધો છે.'

Tags :