IND vs ENG : રિષભ પંતની હરકત પર ભડક્યા ભારતના પૂર્વ ક્રિકેટર, ચેતવણી આપી
India-England Test Match Series : ભારતીય ઓલરાઉન્ડર રિષભ પંતે ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેણે બેટિંગની સાથે વિકેટકીપિંગમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટ મેચ રમાઈ છે, જ્યારે 23 જુલાઈએ મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડમાં ચોથી ટેસ્ટ મેચ રમાવાની છે, ત્યારે આ ટેસ્ટ મેચ પહેલા ભારતના પૂર્વ ક્રિકેટર ફારૂક એન્જિનિયરે પંતને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ફારૂકે પંતને આપી સલાહ
ફારૂક એન્જિનિયરે પંતને ચેતવણી આપી કહ્યું છે કે, ‘પંત રિસ્કવાળા શૉર્ટ્સ ન રમે અને વધુમાં વધુ રન બનાવવાનો પ્રયાસ કરે. તમે રિસ્કવાળા શૉર્ટ્સ આઈપીએલ માટે બચાવીને રાખો. ટેસ્ટ ક્રિકેટમાં અનુશાસનની માંગ છે. નંબર-3 અને નંબર-4 પર આવનાર બેટર પાસે સારા રમતની આશા રાખવામાં આવે છે. પંતે મોટો સ્કોર બનાવવો જોઈએ અને પોતાની રમતને પણ સુધારવી જોઈએ. તેમના સારી વાત એ છે કે, તેમની અંદર ઘણો આત્મવિશ્વાસ છે, પરંતુ તેમણે ખરા સમયે જવાબદાર બનવાની જરૂર છે, જેમ કે લંચ પહેલા કે રમત પૂર્ણ થવાના સમયે...’
પંતના મગજમાં આવે છે તે કરે છે : ફારૂક એન્જિનિયર
તેમણે વધુમાં કહ્યું કે, ‘રિષભ પંત (Rishabh Pant)માં ટેલેન્ટની કમી નથી અને તેઓ પોતાના શૉર્ટ્સ જાતે જ બનાવે છે. અત્યારના સમયની સારી વાત એ છે કે, હવે હેલમેટ છે, અમારા સમયમાં દાંત બચાવી શકાતા ન હતો. પંતે એક બેટર તરીકે રન બનાવ્યા છે. તેમના મગજમાં જે આવે છે, તેવું જ તે કરે છે. કોઈ પણ વ્યક્તિને પંતને સમજવો સરળ નથી. મેં તેમના શૉર્ટ્સ મામલે મજાક કરી હતી અને તેણે પણ હસતાં હસતાં તેનો જવાબ આપ્યો હતો. પંતે એક ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં સદી નોંધાવી હતી, જે કમાલની વાત છે. તેમણે ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચર સહિતના શ્રેષ્ઠ બોલરો સામે સારી બેટિંગ કરી છે.’
રિષભ પંત ઈજાગ્રસ્ત
પંત ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બીજા બેટર છે. તેણે ત્રણ મેચમાં 70.83ની સરેરાસથી 425 રન નોંધાવ્યા છે. તેણે ટેસ્ટ સિરીઝમાં બે સદી અને એક અર્ધસદી ફટકારી છે. પંચ પાસે ચોથી ટેસ્ટ મેચમાં પણ સારા રન બનાવાવની આશા છે. લૉર્ડ્સ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પંતને આંગળીમાં ઈજા થઈ હતી. જોકે તેની ઈજામાં સુધારો થઈ રહ્યો છે. પંચે 20 જુલાઈના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે ફુટબોલ રમતો જોવા મળી રહ્યો છે. આ સાથે તેણે બેટિંગ માટે પણ સારી પ્રેક્ટિસ કરી છે.
23 જુલાઈએ ચોથી ટેસ્ટ મેચ
પાંચ ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો પ્રથમ ટેસ્ટ અને ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો, તો બીજી ટેસ્ટ મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો. ગિલે પ્રથમ બે મેચમાં શાનદાર મેચ રમી હતી, જોકે લૉર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં તે નિષ્ફળ ગયો હતો. ત્રીજી ટેસ્ટમાં ભારતનો 22 રને પરાજનો સામનો કરવો પડ્યો હતો. આગામી ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈએ શરૂ થવાની છે. ત્યારબાદ પાંચ અને અંતિમ ટેસ્ટ મેચ 31 જુલાઈએ શરૂ થવાની છે.