For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હાર્દિક પંડ્યા પર ભડક્યો સહેવાગ, કહ્યું મોહિત પાસે જવાની ક્યાં જરૂર હતી, સારી બોલિંગ તો કરતો હતો

હાર્દિકે સમય બગાડી રમતને ધીમી કરી-સહેવાગ

હું કેપ્ટન હોત તો ત્યાં ક્યારેય ન ગયો હોત-સેહવાગ

Updated: Jun 1st, 2023

Article Content Image
Image:Twitter

IPL ફાઇનલમાં ચેન્નઈએ ગુજરાતને 5 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. ગુજરાત માટે મોહિત શર્માએ છેલ્લી ઓવર નાંખી હતી. તેણે છેલ્લી ઓવરના પહેલા 4 બોલ શાનદાર રીતે ફેંકી માત્ર 3 રન આપ્યા હતા. અહીંથી મેચ ગુજરાતના પક્ષમાં જતી હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ આ પછી કેપ્ટન હાર્દિક પંડ્યા મોહિત પાસે આવ્યો અને થોડીવાર તેની સાથે વાતચીત કરી હતી, પરંતુ તે પછી મોહિતે જે 2 બોલ ફેંક્યા તેના પર છગ્ગો અને ચોગ્ગો ફટકારી જાડેજાએ ચેન્નઈને પાંચમી વખત IPL ટાઈટલ અપાવ્યું હતું. વીરેન્દ્ર સેહવાગે એ છેલ્લી ક્ષણને લઈને સવાલ ઉઠાવ્યો છે.  સેહવાગે હાર્દિક પંડ્યાને ઠપકો આપ્યો અને કહ્યું કે જ્યારે બોલર સારી લયમાં હોય ત્યારે તેણે તે સમયે બોલર સાથે વાત ન કરવી જોઈએ અને સમય બગાડવો જોઈએ નહીં.

હાર્દિકે સમય બગડ્યો-સેહવાગ

પોતાની વાત રાખતા સેહવાગે કહ્યું, 'મારું માનવું છે કે જ્યારે બોલર સારી બોલિંગ કરી રહ્યો હોય, યોર્કર ફેંકતો હોય તો તેની પાસે જઈને વાત કરવાની શું જરૂર છે. તે જોઈ રહ્યો છે કે 2 બોલમાં 10 રનની જરૂર છે. જો બોલર યોર્કર જ કરશે તો પછી સમય કેમ બગાડવો. સેહવાગે વધુમાં કહ્યું કે, 'બોલર પર જ્યારે રન બનાવવામાં આવે છે ત્યારે અમે સમય બગાડીએ છીએ. જ્યારે તે સારી રીતે ચાલે છે, ત્યારે આપણે રમતને ધીમી ન કરવી જોઈએ, પછી આપણે ફટાફટ ઓવર નાખીને કામ પૂરું કરવું જોઈએ. 

હું કેપ્ટન હોત તો ત્યાં ક્યારેય ન ગયો હોત-સેહવાગ

સહેવાગે આગળ વાત કરતા કહ્યું કે શક્ય છે કે ગુજરાતથી ભૂલ થઈ હશે. તો પણ હું તેને ભૂલ નહીં કહીશ, કદાચ તેની સાથે વાત કરીને કેપ્ટન આગળ શું કરવું તે અંગે તેમનો અભિપ્રાય જાણવા માંગે છે, શું તમને કોઈ જગ્યાએ ફિલ્ડરની જરૂર છે. એવું પણ બની શકે. જો હું કેપ્ટન હોત તો ત્યાં ન ગયો હોત, મેં આવા સમયે બોલર સાથે વાત પણ ન કરી હોત. તે દૂરથી જે કરી રહ્યો છે તે બરાબર કરી રહ્યો છે. રન બને તો પણ ઠીક છે, તમે ન જાઓ તો પણ ઠીક છે'.

મોહિત શર્માએ આપ્યો અભિપ્રાય

બીજી તરફ મોહિત શર્માએ પણ આ ઘટના પર પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે હાર્દિક તેમની પાસે આવીને તેની રણનીતિ બદલવાનો પ્રયાસ નથી કરી રહ્યો હતો, તે માત્ર તેને વિશ્વાસ આપી રહ્યો હતો. આ વાતો બનાવવામાં આવી રહી છે તે બિલકુલ ખોટી છે.

Gujarat