VIDEO : 1 બોલમાં 13 રન... એશિયા કપ અગાઉ સંજુ સેમસને કરી કમાલ
One ball, two sixes, 13 runs: એશિયા કપ 2025થી પહેલા ભારતની T20 ટીમના ઓપનર સંજુ સેમસને રનોના વરસાદથી તોફાન મચાવ્યો છે. સંજુએ હાલમાં કેરળ ક્રિકેટ લીગ 2025 એટલે KCL માટે રમી રહ્યો છે. આ લીગ મેચમાં સંજુએ ત્રિશૂર ટાઈટન્સ સામે 1 બોલમાં 13 રન બનાવ્યા હતા. આખરે તે કેવી રીતે શક્ય બન્યું ચાલો જાણીએ.
સંજુએ કેવી રીતે 1 બોલમાં 13 રન બનાવ્યા?
સંજુ સેમસનની ટીમ કોચી બ્લ્યૂ ટાઈગર્સ અને ત્રિશુર ટાઈટન્સની મેચ, જે ગયા મંગળવારે તિરૂવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. કોચ્ચિની ઇનિંગની પાંચમી ઓવર સિજોમોન જોસફ નાખી રહ્યો હતો. તેની ઓવરના ચોથા બોલ પર સંજુ સેમસન સ્ટ્રાઈક પર હતો અને તેણે ખૂબ જ શાનદાર સિક્સ ફટકારી હતી. જો કે, ત્યાર બાદ પછી ખબર પડી કે તે નો બોલ હતો. પછી બોલરે પાછી લીગલ ડિલિવરી નાખી, તે બોલ પર પણ સંજુએ સિક્સ ફટકારી દીધી. જણાવી દઈએ કે નો બોલ પર બેટિંગ ટીમને 1 રન મળે છે. એવામાં 1 નો બોલનો રન તેમજ બે સિકસની મદદે 13 રન બનાવી દીધા હતા.
સંજુએ 89 રનની તોફાની બેટિંગ કરી
સંજુએ ઇનિંગની શરૂઆત કરતાં 46 બોલમાં 4 ફોર અને 9 સિક્સની મદદે 89 રન ફટકાર્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 193.48ની હતી. જોકે તેની આ ઇનિંગમાં શાનદાર શરૂઆત રહી હોવા છતાં કોચ્ચિ બ્લૂ ટાઈગરને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રિશૂર ટાઈટન્સે 5 વિકેટથી આ મેચ તેના નામે કરી દીધી. સંજુની ટીમે 7 વિકેટના નુકસાને 188 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 89 રનની ઇનિંગ રમવાની પહેલા અગાઉની મેચમાં તોફાની અંદાજમાં શતક પણ ફટકારી હતી. સેમસને 51 બોલમાં અરિજ કોલ્લમ નાવિક સામે 121 રન ફટકાર્યા હતા. એશિયા કપ પહેલા સંજુ સેમસનનું આવી રીતે જબરદસ્ત ફોર્મમાં આવું ટીમ ઈન્ડિયા માટે સારા સંકેત છે.