Get The App

દિગ્ગજ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિનું કર્યું એલાન, જણાવ્યો ભવિષ્યનો પ્લાન

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
દિગ્ગજ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિનું કર્યું એલાન, જણાવ્યો ભવિષ્યનો પ્લાન 1 - image


R Ashwin Retires From IPL: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને હવે IPLમાંથી પણ નિવૃત્તિનું એલાન કરી દીધું છે. બુધવારે સત્તાવાર રીતે તેણે આ અંગે જાહેરાત કરી છે. આ સાથે તે હવે ભારતમાં પ્રોફેશનલ ક્રિકેટ રમતો નહીં જોવા મળે કેમ કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી તેણે ગત વર્ષે જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેણે ગત વર્ષે ડિસેમ્બરમાં જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વચ્ચે આ નિર્ણય લીધો હતો. જોકે હવે તેણે પોતાનો નવો પ્લાન જણાવી દીધો છે. અશ્વિને કહ્યું છે કે તે અન્ય ટી20 લીગમાં રમતો જોવા મળશે. ગતવર્ષે ડિસેમ્બરમાં ગાબા ટેસ્ટ ડ્રો થયા બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ આર. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતને અલવિદા કહ્યું હતું. તેણે 38 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.


ફ્રેન્ચાઈઝી ટીમનો આભાર માન્યો

આર અશ્વિને પોતાના સત્તાવાર X હેન્ડલ પર આઈપીએલમાંથી રિટાયરમેન્ટની માહિતી આપી હતી. તેણે પોસ્ટ કરી હતી કે, ખાસ દિવસ માટે એક ખાસ શરૂઆત. કહે છે કે, દરેક અંતની એક નવી શરૂઆત હોય છે, એક આઈપીએલ ક્રિકેટર તરીકે મારો સમય આજે સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ વિવિધ લીગમાં રમતને એક્સપ્લોર કરી છે. આજે નવી શરૂઆત થી રહી છે. આટલા વર્ષોની અનેરી યાદો અને સંબંધો માટે તમામ ફ્રેન્ચાઈઝી ટીમનો આભાર માનું છું. સૌથી વધુ આઈપીએલ અને બીસીસીઆઈનો, તેમણે મને અત્યારસુધી ઘણુ આપ્યું છે. આગળ જે પણ થશે, તેનો આનંદ અને લાભ ઉઠાવવા માટે ઉત્સુક છું.

સીએસકે માટે રમ્યો હતો અશ્વિન

આઈપીએલ 2025ની સીઝનમાં આર અશ્વિન ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો. પરંતુ કોઈ ખાસ જાદુ બતાવી શક્યો નહીં. જેથી તેની રીલિઝ થવાની સંભાવના હતી, તે પહેલાં જ તેણે આઈપીએલમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી. આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સે રૂ. 9.75 કરોડમાં અશ્વિનને ખરીદ્યો હતો. પરંતુ ફ્રેન્ચાઈઝીની અપેક્ષા પર ખરો ઉતર્યો ન હતો. બાદમાં તેને પ્લેઈંગ ઈલેવનમાંથી પણ ડ્રોપ કરવામાં આવ્યો હતો.

આઈપીએલ 2025માં તેણે કુલ નવ મેચ રમી હતી. જેમાં સાત વિકેટ ઝડપી હતી. તેનો ઈકોનોમી રેટ 9.12 રહ્યો હતો. સીએસકે માટે તેણે સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર છઠ્ઠો ખેલાડી હતો. પર્પલ કેપની રેસમાં તે 49માં ક્રમે હતો.


Tags :