Sports

પહેલી ટી-20 ભલે ટીમ ઈન્ડિયા જીતી પણ આ કારણે ગંભીર-ગિલ ટીકાકારોના નિશાને

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચોની T20 સીરિઝનો પહેલો મુકાબલો 101 રનથી જીતી લીધો છે પરંતુ હેડ કોચ ગૌતમ ગંભીર અને શુભમન ગિલ ટીકાકારોના નિશાને આવ્યા છે. કટકમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સંજુ સેમસન નહોતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ તેને ઓછી તકો મળી હતી. શુભમન ગિલને કારણે સંજુ સેમસનને મિડલ ઓર્ડરમાં ધકેલી દેવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તે ત્યાં વધુ રન બનાવવામાં નિષ્ફળ ગયો, ત્યારે તેને પ્લેઈંગ ઈલેવનમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો. હવે જ્યારે શુભમન ગિલ પ્રથમ T20 મેચમાં નિષ્ફળ ગયો, ત્યારે ચાહકોએ માત્ર શુભમન ગિલની તો ક્લાસ લગાવી જ પરંતુ આ સાથે જ કોચ ગૌતમ ગંભીરને પણ આડે હાથ લીધો.

Summarized by AI; it may make mistakes. Check important info

પહેલી ટી-20 ભલે ટીમ ઈન્ડિયા જીતી પણ આ કારણે ગંભીર-ગિલ ટીકાકારોના નિશાને

Fans Slams Gautam Gambhir and Shubman Gill: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચોની T20 સીરિઝનો પહેલો મુકાબલો 101 રનથી જીતી લીધો છે પરંતુ હેડ કોચ ગૌતમ ગંભીર અને શુભમન ગિલ ટીકાકારોના નિશાને આવ્યા છે. કટકમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સંજુ સેમસન નહોતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ તેને ઓછી તકો મળી હતી. શુભમન ગિલને કારણે સંજુ સેમસનને મિડલ ઓર્ડરમાં ધકેલી દેવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તે ત્યાં વધુ રન બનાવવામાં નિષ્ફળ ગયો, ત્યારે તેને પ્લેઈંગ ઈલેવનમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો. હવે જ્યારે શુભમન ગિલ પ્રથમ T20 મેચમાં નિષ્ફળ ગયો, ત્યારે ચાહકોએ માત્ર શુભમન ગિલની તો ક્લાસ લગાવી જ પરંતુ આ સાથે જ કોચ ગૌતમ ગંભીરને પણ આડે હાથ લીધો, જેણે કોચ બનતા પહેલા અને પછી સંજુ સેમસનની ખૂબ પ્રશંસા કરી હતી.

કટકમાં દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સીરિઝની પ્રથમ મેચમાં શુભમન ગિલ બીજા બોલ પર આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ હતી. ચાહકોએ ગિલ અને સેમસનના આંકડા શેર કરવાનું શરૂ કર્યું. આંકડા જોવા જઈએ તો શુભમન ગિલ 2023 બાદથી ઓપનર તરીકે ભારત માટે સારું પ્રદર્શન નથી કરી શક્યો. ટોપ 5 ઓપનર્સમાં તે છેલ્લા ક્રમે છે. તેની એવરેજ અને સ્ટ્રાઈક રેટ પણ સારો નથી, જેના કારણે ચાહકો શુભમન ગિલ અને કોચ ગૌતમ ગંભીર પર ભડકી રહ્યા છે. ચાહકો ચીફ સિલેક્ટર અજીત અગરકરની પણ ટીકા કરી રહ્યા છે.

ગંભીર અને અગરકરે સંજુ સેમસનની કારકિર્દી બરબાદ કરી નાખી

એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'રાજકારણ જીત્યું, ક્રિકેટ હારી ગયું. પોલિટિશયન ગૌતમ ગંભીર અને વેકેશનમેન અજીત અગરકરે સંજુ સેમસનની કારકિર્દી બરબાદ કરી દીધી છે. પહેલા તેમણે સંજુને ઓપનિંગમાંથી હટાવ્યો અને પછી તેમણે તેને ટીમમાંથી બહાર કરી દીધો અને આગામી સીરિઝમાં તેઓ તેને સ્કવોડમાંથી પણ હટાવી દેશે.' 

આ પણ વાંચો: પહેલી ટી-20માં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીતથી 8 માઇલસ્ટોન સર્જાયા, દ.આફ્રિકાનો શરમજનક રેકોર્ડ

યુઝરે ગંભીર અને ગિલ બંનેને આડે હાથ લીધા

અન્ય એક યુઝરે ગંભીર અને ગિલ બંનેને આડે હાથ લેતાં લખ્યું કે, 'ગૌતમ ગંભીરે આ ફ્લોપ T20 પ્લેયર શુભમન ગિલ માટે સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરી દીધો.'