પહેલી ટી-20માં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીતથી 8 માઇલસ્ટોન સર્જાયા, દ.આફ્રિકાનો શરમજનક રેકોર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs SA 1st T20i Stats: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે(9 ડિસેમ્બર) પાંચ મેચોની T20 સીરિઝનો પહેલો મુકાબલો રમાયો હતો. જેમાં ભારતીય ટીમે 101 રનથી ભવ્ય જીત મેળવી છે. દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન એડન માર્ક્રમે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 12.3 ઓવરમાં માત્ર 74 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ મેચમાં ભારતીય ટીમની જીતનો સૌથી મોટો સપરસ્ટાર હાર્દિક પંડ્યા રહ્યો. તેણે 28 બોલમાં અણનમ તાબડતોડ 59 રન બનાવ્યા અને બાદમાં એક વિકેટ પણ ઝડપી. દક્ષિણ આફ્રિકા આ મેચમાં જે રીતે હાર થઈ તે યાદ રાખવા નહીં માગશે. બીજી તરફ ભારતની આ જીત ઘણા અર્થમાં ખાસ રહી છે. આ મેચમાં જસપ્રીત બુમરાહે તેની 100મી T20 વિકેટ પૂર્ણ કરી, બીજી તરફ હાર્દિક પંડ્યાએ પોતાના 100 છગ્ગા પૂરા કર્યા. ચાલો આવા 8 રેકોર્ડ પર એક નજર કરીએ.
1. કટક T20Iમાં દક્ષિણ આફ્રિકા માત્ર 74 રનમાં ઓલઆઉટ થઈ ગયું. પુરુષ T20I ક્રિકેટમાં આ તેમનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા તેનો સૌથી ઓછો સ્કોર 2022માં રાજકોટમાં ભારત સામે 87 રન હતો. દક્ષિણ આફ્રિકાના ચાર સૌથી ઓછા સ્કોરમાંથી ત્રણ ભારત સામે જ બન્યા છે.
2. ભારતે 100+ રનના માર્જિનથી જીત હાંસલ કરવાનું કામ નવમી વખત કર્યું છે, જે વિશ્વમાં બીજો શ્રેષ્ઠ રેકોર્ડ છે. તેનાથી વધુ (10 જીત) માત્ર કેનેડાના નામે છે. ભારતની તમામ મોટી જીત ફૂલ-મેમ્બર ટીમો સામે આવી છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાને T20Iમાં છઠ્ઠી વખત 100+ રનના માર્જિનથી હાર મળી છે, જે કોઈપણ ફૂલ-મેમ્બર ટીમ સામે સૌથી વધુ છે. આમાંથી ત્રણ હાર ભારત સામે આવી છે.
3. જસપ્રીત બુમરાહે T20Iમાં 100 વિકેટ પૂર્ણ કરી લીધી છે. તે અર્શદીપ સિંહ (107) બાદ આ સિદ્ધિ હાંસલ કરનાર બીજો ભારતીય બન્યો છે. બુમરાહ હવે ટેસ્ટ, વન-ડે અને T20 ત્રણેય ફોર્મેટમાં 100+ વિકેટ લેનારા પાંચ બોલરોની એલીટ લિસ્ટમાં પણ સામેલ થઈ ગયો છે. આ ક્લબમાં પહેલાથી જ લસિથ મલિંગા, શાકિબ અલ હસન, ટિમ સાઉદી અને શાહીન આફ્રિદી સામેલ છે.
4. હાર્દિક પંડ્યાએ T20Iમાં 100 છગ્ગા પૂરા કર્યા છે. આ સિદ્ધિ હાંસલ કરનાર ચોથો ભારતીય બન્યો છે. આ છગ્ગામાંથી 66 છગ્ગા ડેથ ઓવરમાં (17-20) આવ્યા છે, જે આ તબક્કામાં કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ છગ્ગા છે.
5. હાર્દિકે T20 ક્રિકેટમાં ડેવિડ મિલરને 8 વખત આઉટ કર્યો છે. મિલર સામે આ કોઈપણ બોલર દ્વારા સૌથી વધુ છે. હાર્દિકે તેને T20Iમાં 6 વખત આઉટ કર્યો છે, જ્યારે અન્ય કોઈ બોલર મિલરને ત્રણ વખતથી વધુ આઉટ નથી કરી શક્યા.
6. અર્શદીપ સિંહે T20Iની પ્રથમ છ ઓવરમાં 47 વિકેટ લીધી છે, જે ભુવનેશ્વર કુમાર સાથે ભારત માટે સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ છે. આ તબક્કામાં તેનાથી વધુ વિકેટ માત્ર સાઉદી, આફ્રિદી, કરણ કેસી અને માર્ક અડાયરે લીધી છે.
7. હાર્દિકે T20Iમાં છઠ્ઠા કે તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરીને ત્રણ અડધી સદી ફટકારી છે, જે કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ છે. તેની તમામ 6 અડધી સદી પાંચમા કે તેથી નીચેના ક્રમે બેટિંગ કરતી વખતે આવી છે. તેના પછી રિંકુ સિંહનો નંબર આવે છે, જેણે ત્રણ અડધી સદી ફટકારી છે.
8. T20Iમાં કોઈ ભારતીય વિકેટકીપરના સૌથી વધુ શિકાર મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. જિતેશ ખૂબ જ ઓછા અંતરથી તે ચૂકી ગયો.
T20માં ભારત તરફથી સૌથી વધુ એક મેચમાં શિકાર
5- એમએસ ધોની vs ઈંગ્લેન્ડ, બ્રિસ્ટલ, 2018
4- એમએસ ધોની vs અફઘાનિસ્તાન, ગ્રોસ આઈલેટ, 2010
4- એમએસ ધોની vs અફઘાનિસ્તાન, કોલંબો(RPS), 2012
4- એમએસ ધોની vs શ્રીલંકા, કટક, 2017
4- દિનેશ કાર્તિક vs ઈંગ્લેન્ડ, સાઉથૈમ્પ્ટન, 2022
4- જિતેશ શર્મા vs સાઉથ આફ્રિકા, કટક- 2025
T20Iમાં ભારત સામે સૌથી ઓછો ઓલઆઉટ સ્કોર
57 - UAE, દુબઈ, 2025
66 - ન્યુઝીલેન્ડ, અમદાવાદ, 2023
70 - આયર્લેન્ડ, ડબલિન (માલાહાઈડ), 2018
74 - દક્ષિણ આફ્રિકા, કટક, 2025
80 - ઈંગ્લેન્ડ, કોલંબો (RPS), 2012
T20Iમાં SAનો 100થી ઓછો ઓલઆઉટ સ્કોર
74- vs ભારત, કટક, 2025
87- vs ભારત, રાજકોટ, 2022
89- vs ઓસ્ટ્રેલિયા, જોહાનિસબર્ગ, 2020
95- vs ભારત, જોહાનિસબર્ગ, 2023
96- vs ઓસ્ટ્રેલિયા, કેપટાઉન, 2020









