લોર્ડ્સ ટેસ્ટ અંગે સંજય માંજરેકરની ભવિષ્યવાણી, કહ્યું હવે આ ટીમના જીતવાના 70% ચાન્સ
IND vs ENG: લોર્ડ્સમાં ચાલી રહેસી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટનો ત્રીજો દિવસ પૂરો થયો ત્યારે, પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન એક્સપર્ટે સંજય માંજરેકરનું માનવું હતું કે, ભારત આ મેચ હારી જ ન શકે, કાં તો આ મેચ ઈંગ્લેન્ડ હારશે અથવા ડ્રો રહેશે. પરંતુ ચોથા દિવસની મેચ પૂર્ણ થયા પછી માંજરેકરની ભવિષ્યવાણી જ બદલાઈ ગઈ, હવે તેણે ઈંગ્લેન્ડને જીતની મજબૂત દાવેદાર ગણાવી દીધી છે. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો છે, આ સ્કોરનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 58 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી છે. ભારત હજુ પણ જીતથી 135 રન દૂર છે.
ઈંગ્લેન્ડ આ જીત માટે પ્રબળ દાવેદાર
સંજય માંજરેકરે કહ્યું કે, મને સંપૂર્ણ વિશ્વાસ હતો કે, ભારત આ મેચ કોઈ પણ સ્થિતિમાં હારી જ ન શકે. હારનારી એકમાત્ર ટીમ ઈંગ્લેન્ડ હતી અને મેચ ડ્રો રહેવાની શક્યતા હતી. પરંતુ હવે મારું માનવું છું કે, ઈંગ્લેન્ડ આ જીત માટે પ્રબળ દાવેદાર છે. હું કહીશ કે, 70-30થી આ મેચ ઈંગ્લેન્ડના ફેવરમાં છે, કારણ કે, આ બોલ હજું પણ સખત અને નવો છે. આપણે જોયું કે, સવારના સેશનમાં જ્યારે ભારતે આ પિચ પર બોલિંગ કરી તો શું થયું. આ પિચ નવા બોલને પ્રતિક્રિયા આપે છે.
આ પણ વાંચો: ભારતીય ટીમની નબળી શરૂઆત, ચોથા દિવસની રમતના અંતે 4 વિકેટે 58 રન, જીતવા 135 રનની જરૂર
પંત અને કેએલ રાહુલે વિસ્ફોટક બેટિંગ કરવી પડશે
તેણે આગળ કહ્યું કે, 'જો ઈંગ્લેન્ડને શોએબ બશીરને રમાડવા માટે મજબૂર થવું પડે છે, તો તેનો અર્થ એ છે કે ભારત મેચ જીતી રહ્યું છે. આવું ત્યારે જ થશે જ્યારે પંત અને કેએલ રાહુલ વિસ્ફોટક બેટિંગ કરે. મને માત્ર એક જ વાતની ચિંતા છે. કારણ કે આ યુવા બેટિંગ ઓર્ડરે ઘણી બેટિંગ કરી છે, તેમની બેટિંગ કરવાની માનસિક ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે, તેથી આ પ્રયાસ માનસિક પ્રયાસ હશે. ટાર્ગેટ નાનો છે, તેથી વધારાનું જોખમ લેવાનું ટેમ્પટેશન હશે. હું એટલું જ ઈચ્છું છું કે, ભારત સખત મહેનત કરે અને લક્ષ્ય સુધી પહોંચે.'