Get The App

ઓસ્ટ્રેલિયન ઓપન : સાનિયા મિર્ઝા અને રોહન બોપન્ના મિક્સ ડબલ્સની ફાઈનલમાં

- સાનિયા કારકિર્દીનું આખરી ગ્રાન્ડ સ્લેમ રમી રહી છે

Updated: Jan 25th, 2023

GS TEAM

Google News
Google News
ઓસ્ટ્રેલિયન ઓપન : સાનિયા મિર્ઝા અને રોહન બોપન્ના મિક્સ ડબલ્સની ફાઈનલમાં 1 - image

મેલબોર્ન, તા.25

ભારતની ટોચની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને ડબલ્સ સ્પેશિયાલીસ્ટ ખેલાડી રોહન બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ ડબલ્સની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે તેઓ ફાઈનલમાં બ્રાઝિલની લ્યુસીયા સ્ટેફાની અને રફેલ માટોસ સામે ટકરાશે. નોંધપાત્ર છે કે સાનિયા મિર્ઝાની કારકિર્દીની આ અંતિમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે.

સાનિયા-બોપન્નાએ સેમિ ફાઈનલમાં ત્રીજો ક્રમાંક ધરાવતા બ્રિટનના નીલ સ્કુપ્સ્કી અને અમેરિકાની ડૅસિરા ક્રાવઝીકની જોડીને 7-6 (7-5), 6-7 (5-7), 6-10થી હરાવતા આગેકૂચ કરી હતી. આ અત્યંત તનાવભર્યો મુકાબલો એક કલાક અને 52 મિનિટ સુધી ચાલ્યો હતો. 

બ્રાઝિલના સ્ટેફાની અને માટોસની જોડીએ ઓસ્ટ્રેલિયાના જેડસ્કી-પોલમેન્સને 4-6, 6-4, 11-9થી દોઢ કલાકના મુકાબલામાં હરાવ્યા હતા. 

Tags :