Sports

17 ચોગ્ગા, 5 છગ્ગા... વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ તોડ્યો પાકિસ્તાની બેટરે, યુથ ODIની સૌથી ઝડપી સદી ફટકારી

By GS TEAM
7 Jan 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના ઉભરતા સ્ટાર બેટર સમીર મિન્હાસે અંડર-19 ક્રિકેટ જગતમાં ઈતિહાસ રચી દીધો છે. ઝિમ્બાબ્વે સામે રમાયેલી ત્રિકોણીય સિરીઝની ફાઈનલમાં સમીરે માત્ર 42 બોલમાં સદી ફટકારીને યુવા વનડે (Youth ODI) ઈતિહાસની સૌથી ઝડપી સદીનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ સાથે તેણે ભારતના યુવા બેટર વૈભવ સૂર્યવંશીનો 52 બોલની સદીનો રેકોર્ડ પણ ધ્વસ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

17 ચોગ્ગા, 5 છગ્ગા... વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ તોડ્યો પાકિસ્તાની બેટરે, યુથ ODIની સૌથી ઝડપી સદી ફટકારી

Sameer Minhas Fastest Century: પાકિસ્તાનના ઉભરતા સ્ટાર બેટર સમીર મિન્હાસે અંડર-19 ક્રિકેટ જગતમાં ઈતિહાસ રચી દીધો છે. ઝિમ્બાબ્વે સામે રમાયેલી ત્રિકોણીય સિરીઝની ફાઈનલમાં સમીરે માત્ર 42 બોલમાં સદી ફટકારીને યુવા વનડે (Youth ODI) ઈતિહાસની સૌથી ઝડપી સદીનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ સાથે તેણે ભારતના યુવા બેટર વૈભવ સૂર્યવંશીનો 52 બોલની સદીનો રેકોર્ડ પણ ધ્વસ્ત કર્યો છે.

ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનનો ભવ્ય વિજય

ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં રમાયેલી આ ફાઈનલ મેચમાં ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. પાકિસ્તાની બોલર ઉમર ઝૈબની (4 વિકેટ) ઘાતક બોલિંગ સામે ઝિમ્બાબ્વેની ટીમ નિસહાય બની ગઈ હતી. એક સમયે 15 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ માઈકલ બ્લિગ્નોટ (60) અને તાતેન્ડાની લડાયક બેટિંગના સહારે ટીમ 158 રન બનાવી શકી હતી. 159 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે સમીર મિન્હાસની તોફાની બેટિંગના જોરે માત્ર 16.2 ઓવરમાં  લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

આ પણ વાંચો: 'દુશ્મનનો દુશ્મન દોસ્ત' કહેવત સાચી ઠરી! પાકિસ્તાને બાંગ્લાદેશી મુસ્તફિઝુરને કરી મોટી ઓફર

સમીર મિન્હાસે 51 બોલમાં 114 રન બનાવ્યા, જેમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે મોહમ્મદ શાયાન સાથે 145 રનની ઓપનિંગ ભાગીદારી કરી અને પાકિસ્તાને વિકેટ ગુમાવ્યા વિના ટાઈટલ જીતી લીધુ હતું.

યુવા વનડેમાં સૌથી ઝડપી સદી

ક્રમખેલાડી (દેશ)બોલવિરોધી ટીમવર્ષ
1સમીર મિન્હાસ (પાકિસ્તાન)42ઝિમ્બાબ્વે2026
2વૈભવ સૂર્યવંશી (ભારત)52ઇંગ્લેન્ડ2025
3વૈભવ સૂર્યવંશી (ભારત)56યુએઈ2025
4કાસિમ અકરમ (પાકિસ્તાન)63શ્રીલંકા2022
5જેડન ડ્રેપર (ઓસ્ટ્રેલિયા)65ભારત2025


ઉલ્લેખનીય છે કે, સમીર મિન્હાસે ગયા મહિને જ અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારત સામે 172 રનની શાનદાર ઈનિંગ રમી હતી. હવે આગામી અંડર-19 વર્લ્ડ કપમાં પણ તેની પર સૌની નજર રહેશે.