Sports

VIDEO: 12 બોલમાં 11 સિક્સર... KCLમાં સલમાને કરી વિસ્ફોટક બેટિંગ, પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ

By GS TEAM
31 Aug 20252 mins read
TukuTouch Logo
કેરળ ક્રિકેટ લીગ (KCL)માં સલમાને વિસ્ફોટક બેટિંગ કરીને દેશ અને દુનિયાના ક્રિકેટ ચાહકોને દંગ કરી નાખ્યા છે. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં કાલિકટ તરફથી રમતા સલમાન નિઝારે માત્ર 26 બોલમાં 86 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે છેલ્લી બે ઓવરમાં રેકોર્ડબ્રેક 71 રન કર્યા છે, ત્યારે નિઝારે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 12 બોલમાં 11 સિક્સર... KCLમાં સલમાને કરી વિસ્ફોટક બેટિંગ, પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ

Salman Nizar bats in KCL : કેરળ ક્રિકેટ લીગ (KCL)માં સલમાને વિસ્ફોટક બેટિંગ કરીને દેશ અને દુનિયાના ક્રિકેટ ચાહકોને દંગ કરી નાખ્યા છે. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં કાલિકટ તરફથી રમતા સલમાન નિઝારે માત્ર 26 બોલમાં 86 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે છેલ્લી બે ઓવરમાં રેકોર્ડબ્રેક 71 રન કર્યા છે, ત્યારે નિઝારે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

નિઝારનું સાનદાર પ્રદર્શન

18મી ઓવર પછી કાલિકટનો સ્કોર 115/6 હતો અને ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગતું હતું. પરંતુ ક્રીઝ પર આવેલા નિઝારે પરિસ્થિતિ બદલવા માટે પહેલ કરી. જેમાં 19મી ઓવરમાં નિઝારે સતત પાંચ છગ્ગા ફટકારીને 31 રન બનાવ્યા હતા. આ પછી 20મી ઓવરમાં અભિજીત પ્રવીણે બોલિંગમાં ખરાબ પ્રદર્શન રહ્યું, જેમાં નિઝારે એકલાએ અભિજીત પ્રવીણની બોલિંગમાં વાઈડ અને નો-બોલનો ફાયદો ઉઠાવીને 40 રન બનાવ્યા હતા. 

તમને જણાવી દઈએ, નિઝારે ઇનિંગમાં 11 શાનદારી છગ્ગા ફટકાર્યા હતા. જેમાં નિઝારે 330.8 સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. નિઝારે કાલિકટરની ઇનિંગમાં મજબૂત બેટિંગ કરવાની સાથે T20 ક્રિકેટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.  T20 ક્રિકેટની છેલ્લી ઓવરોમાં અત્યાર સુધીમાં બે ઓવરમાં 71 રન બનાવવાનો આ સૌથી મોટો રેકોર્ડ બની ગયો છે. 

આ પણ વાંચો: 1 વનડે મેચમાં દોડીને સૌથી વધુ રન કરનારા ટોપ 5 બેટર, યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી

સલમાન નિઝારની વિસ્ફોટક બેટિંગને કારણે કાલિકટ ગ્લોબસ્ટર્સે 186 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જેમાં અદાણી ત્રિવેન્દ્રમ રોયલ્સની ટીમ 19.3 ઓવરમાં 173 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. આમ 13 રનથી કાલિકટે રોમાંચક મેચ જીતી હતી.