1 વનડે મેચમાં દોડીને સૌથી વધુ રન કરનારા ટોપ 5 બેટર, યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી
ODI Cricket Records: વનડે મેચમાં દોડીને સૌથી વધુ રન બનાવનાપ ટોપના 5 ખેલાડીઓની લીસ્ટમાં વિરાટ કોહલી એકમાત્ર ભારતીય ખેલાડી છે. વન ડેના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર પાંચ ખેલાડીઓ જ એક ઈનિંગમાં 100 અથવા તેનાથી વધુ રન બનાવ્યા છે.
ગેરી કિર્સ્ટન
સાઉથ આફ્રિકાના પૂર્વ બેટર ગેરી કિર્સ્ટનના નામે વનડે મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેમણે 1996ના વર્લ્ડ કપમાં યુએઈ સામેની મેચમાં દોડીને 112 રન બનાવ્યા હતા. રાવલપિંડીના મેદાન પર રમાયેલી મેચમાં કર્સ્ટને 159 બોલમાં અણનમ 188 રન બનાવ્યા હતા. તેણે 13 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
ફાફ ડુપ્લેસિસ
દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટર ફાફ ડુપ્લેસિસ આ યાદીમાં બીજા ક્રમે છે. તેમણે2017માં શ્રીલંકા સામેની વનડે મેચમાં 103 રન ફટકાર્યા હતા. તેણે કેપ ટાઉન સ્ટેડિયમમાં 141 બોલમાં 185 રન બનાવ્યા હતા, જેમાં 16 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થતો હતો.
એડમ ગિલક્રિસ્ટ
ઓસ્ટ્રેલિયન પૂર્વ વિકેટકીપર-બેટર એડમ ગિલક્રિસ્ટે 2004માં ઝિમ્બાબ્વે સામેની મેચમાં 102 રન બનાવ્યા હતા. તેમણે હોબાર્ટના મેદાન પર 126 બોલમાં 172 રનની જ્વલંત ઇનિંગ રમી હતી. ગિલક્રિસ્ટે પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
માર્ટિન ગુપ્ટિલ
ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓપનર માર્ટિન ગુપ્ટિલે 2013 માં ઇંગ્લેન્ડ સામેની વનડે મેચમાં 101 રન બનાવ્યા હતા. તેમણે સાઉથમ્પ્ટનના મેદાન પર 155 બોલમાં અણનમ 189 રન બનાવ્યા હતા. ગુપ્ટિલે 19 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
વિરાટ કોહલી
ભારતનો સ્ટાર બેટર વિરાટ કોહલી યાદીમાં પાંચમા ક્રમે છે. તેણે 2018માં દક્ષિણ આફ્રિકા સામેની વનડે મેચમાં દોડીને 100 રન બનાવ્યા હતા. કોહલીએ કેપટાઉનમાં 159 બોલમાં 160 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.