Get The App

ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટરની વિકેટ 'બોલ ઓફ ધી સીરિઝ' પર પડી, સચિન તેંડુલકરે જુઓ કોના-કોના કર્યા વખાણ

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટરની વિકેટ 'બોલ ઓફ ધી સીરિઝ' પર પડી, સચિન તેંડુલકરે જુઓ કોના-કોના કર્યા વખાણ 1 - image
Images Sourse: 'X'

Sachin Tendulkar Reaction On Team India: ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે એજબેસ્ટનમાં ભારતની ઐતિહાસિક 336 રનની જીત પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ભારતીય ટીમને આ જીત પર અભિનંદન આપ્યા છે. આ ઉપરાંત મેચમાં શાનદાર પ્રદર્શન કરનારા ઘણાં ખેલાડીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે બોલ ઓફ ધ સિરીઝ વિશે પણ વાત કરી છે. 

સચિન તેંડુલકરે આ ખેલાડીઓના વખાણ કર્યા

ભારતીય ટીમની જીત વીશે સચિન તેંડુલકરે 'X' પર લખ્યું, 'હાલના સમયના મહાન બેટરોએ શાનદાર ઇનિંગ રમી! શુભમન ગિલ ભારતને ટેસ્ટ જીત તરફ દોરી જવા બદલ અભિનંદન! ઋષભ પંત, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ખૂબ જ સારી બેટિંગ કરી હતી, ખાસ કરીને બીજી ઇનિંગમાં ભારતનો અભિગમ ઈંગ્લેન્ડને આ રમતમાંથી બહાર કરવાનો અને તેમને અલગ રીતે રમવા માટે મજબૂર કરવાનો હતો, જેથી ખાતરી થાય કે ફક્ત એક જ વિજેતા બને.'


બોલિંગ અંગે તેમણે લખ્યું, 'બોલરો વિશે મને સૌથી વધુ પ્રભાવિત કરનારી બાબત એ હતી, બોલિંગમાં લેન્થ. કહેવાની જરૂર નથી કે આકાશ દીપ શ્રેષ્ઠ બોલર હતો.'

આ પણ વાંચો: શુભમન ગિલ ફરી મુસીબતમાં, BCCIના નિયમના ઉલ્લંઘનનો આરોપ? જાણો શું છે મામલો

ભારતની બર્મિંઘમમાં ઐતિહાસિક જીત

બીજી ટેસ્ટ પહેલા ભારતના પક્ષમાં આંકડા નહોતા, કારણ કે તેણે એજબેસ્ટનમાં રમાયેલી આઠ મેચોમાં ક્યારેય ટેસ્ટ નહોતી જીતી. વાસ્તવમાં 1962 પછી પહેલી 18 ટેસ્ટમાં કોઈ પણ એશિયન ટીમ બર્મિંઘમમાં જીતી નહોતી શકી. શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો, કારણ કે તેણે 269 અને 161 રન બનાવ્યા હતા, જે કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન હતા. મોહમ્મદ સિરાજે પણ પ્રથમ ઈનિંગમાં છ વિકેટ લીધી હતી. ભારત 10 જુલાઈ, ગુરુવારથી શરૂ થતી લોર્ડ્સ ટેસ્ટમાં 2-1ની લીડ મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. 

Tags :