Vaibhav Sooryavanshi Record: IPL 2026ની 32મી મેચ બુધવારે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ, આ મેચમાં સૌની નજર વૈભવ સૂર્યવંશી પર હતી. પરંતુ વૈભવ આ મેચમાં મોટી ઇનિંગ રમી શક્યો નહીં અને માત્ર 8 રન બનાવી શક્યો હતો. પરંતુ આ 8 રનની નાની ઇનિંગ હોવા છતાં વૈભવે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે સૂર્યવંશી IPL ઇતિહાસમાં (બોલના હિસાબે) સૌથી ઝડપી 500 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ સિદ્ધિ મેળવનાર તે સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે. એટલે કે વૈભવે બેવડી સિદ્ધિ હાંસલ કરી છે.
વૈભવે દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો
વૈભવે મેચ દરમિયાન બીજી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. માત્ર 222 બોલમાં 500 રન પૂરા કરીને તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ગ્લેન મેક્સવેલને પાછળ છોડી દીધો છે, જેને IPLમાં 500 રન બનાવવા માટે 260 બોલનો સામનો કર્યો હતો. બીજી તરફ, પ્રિયાંશ આર્યાએ આ રેકોર્ડ કરવા માટે 278 અને વીરેન્દ્ર સેહવાગે 280 બોલ રમવા પડ્યા હતા.
વૈભવ સૌથી યુવા ખેલાડી
IPLમાં સૌથી ઝડપી 500 રન બનાવનાર વૈભવ સૌથી યુવા ખેલાડી પણ છે. તેણે આ સિદ્ધિ 15 વર્ષ અને 26 દિવસની ઉંમરે હાંસલ કરી છે. જ્યારે પૃથ્વી શોએ 19 વર્ષ 164 દિવસની ઉંમરે 500 IPL રન કર્યા હતા. તો સંજુ સેમસને 19 વર્ષ 195 દિવસમાં આ સિદ્ધિ મેળવી હતી.
રાજસ્થાનની ખરાબ શરૂઆત
રાજસ્થાન રોયલ્સે સિઝનની શરૂઆત શાનદાર રીતે કરતા સતત ચાર મેચ જીતી હતી, પરંતુ ત્યારબાદ ટીમની લય તૂટી ગઈ અને સતત બે હારનો સામનો કરવો પડ્યો. સાથે જ, આ મેચમાં પણ રાજસ્થાનનું ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યું હતું અને શમીએ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી રાજસ્થાનને મોટો ઝટકો આપ્યો.
આ પણ વાંચો: ઈજાના કારણે IPL 2026થી આ 7 ખેલાડીઓ થયા બહાર, CSKને થયું સૌથી વધુ નુકસાન
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
લખનઉ સુપર જાયન્ટ્સ
મિશેલ માર્શ, આયુષ બદોની, ઋષભ પંત, નિકોલસ પૂરન, એડન માર્કરામ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, મોહસીન ખાન, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી, મયંક યાદવ.
રાજસ્થાન રોયલ્સ
યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચરે, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા, નાન્દ્રે બર્ગર


