Get The App

ઈજાના કારણે IPL 2026થી આ 7 ખેલાડીઓ થયા બહાર, CSKને થયું સૌથી વધુ નુકસાન

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
IPL Player Injuries


IPL Player Injuries: IPL 2026 પર અત્યારે ઈજાનું ગ્રહણ લાગેલું હોય તેમ જણાય છે. અનેક ટીમો પોતાના સ્ટાર ખેલાડીઓની ઈજાને કારણે મુશ્કેલીમાં મુકાઈ છે. તાજેતરમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ને મોટો ફટકો પડ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજાનો શિકાર બનેલા સ્ટાર બેટર આયુષ મ્હાત્રે હવે સત્તાવાર રીતે સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. અગાઉ એવી આશા હતી કે તે થોડા અઠવાડિયામાં પરત ફરશે, પરંતુ CSKના તાજેતરના એલાને ચાહકોને નિરાશ કર્યા છે.

IPL 2026 પર ઈજાનું ગ્રહણ

માત્ર ચેન્નાઈ જ નહીં, પણ અન્ય ટીમો પણ આ સમસ્યાથી ઝઝૂમી રહી છે. અત્યાર સુધીમાં કુલ 7 મહત્ત્વના ખેલાડીઓ ઈજાના કારણે બહાર થઈ ચૂક્યા છે. જેમાં CSKના જ નાથન એલિસ અને ખલીલ અહમદનો સમાવેશ થાય છે. કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)ને પણ તેના બે મુખ્ય બોલરો હર્ષિત રાણા અને આકાશ દીપની ખોટ વર્તાશે.

આ પણ વાંચો: IPL 2026: કોણ છે હર્ષ દુબે? જેણે 20મી ઓવરમાં 3 વિકેટ ઝડપી રચ્યો ઈતિહાસ

IPLના સમીકરણો બદલાયા

બીજી તરફ, રાજસ્થાન રોયલ્સે ટ્રેડ દ્વારા જેને ટીમમાં સામેલ કર્યો હતો તેવો સેમ કરન ગ્રોઈન ઈન્જરીને કારણે મેદાનની બહાર છે. લખનઉ સુપર જાયન્ટ્સ(LSG) માટે પણ શ્રીલંકન સ્પિનર વનિન્દુ હસરંગાની હેમસ્ટ્રિંગ ઈજા એક મોટો પડકાર બની રહી છે. આમ, ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ મુખ્ય ખેલાડીઓની ગેરહાજરીએ આઈપીએલના સમીકરણો બદલી નાખ્યા છે.

ઈજાના કારણે IPL 2026થી આ 7 ખેલાડીઓ થયા બહાર, CSKને થયું સૌથી વધુ નુકસાન 2 - image