FOLLOW US

બેંગ્લોરની સતત બીજી જીત : ગુજરાત જાયન્ટ્સને આઠ વિકેટથી હરાવ્યું

- સોફી ડેવિનના ૩૬ બોલમાં ૯ ચોગ્ગા અને ૮ છગ્ગા સાથે ૯૯ રન

- ૧૮૯ના ટાર્ગેટને બેંગ્લોરે બે વિકેટ ગુમાવી પાર પાડયો

Updated: Mar 18th, 2023

મુંબઈ, તા.૧૮

ન્યુઝીલેન્ડની સોફી ડેવિને છગ્ગા અને ચોગ્ગા સાથે ૩૬ બોલમાં ૯૯ રન ફટકારતાં બેંગ્લોરે ગુજરાત સામેની મહિલા પ્રીમિયર લીગની ટી-૨૦માં . ઓવર બાકી હતી, ત્યારે આઠ વિકેટથી જીત હાંસલ કરી હતી. બેંગ્લોરની સતત બીજી જીત હતી. તેમણે ૧૮૯ના ટાર્ગેટને ૧૫. ઓવરમાં બે વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. ડેવિને મંધાના (૩૭) સાથે ૫૭ બોલમાં ૧૨૫ અને એલિસ પેરી સાથે ૧૫ બોલમાં ૩૨ રન જોડયા હતા. આખરે પેરી-નાઈટે ૨૨ બોલમાં અણનમ ૩૨ રન જોડતા ટીમને જીતાડી હતી.

અગાઉ ટોસ જીતીને બેટિંગ કરતાં ગુજરાતે ચાર વિકેટે ૧૮૮નો સ્કોર કર્યો હતો. ગુજરાત તરફથી વોલ્વાર્ડ્ટના ૪૨ બોલમાં ચોગ્ગા અને બે છગ્ગા સાથેના ૬૮ તેમજ એશ્લી ગાર્ડનરના ૨૬ બોલમાં ચોગ્ગા અને છગ્ગા સાથેના ૪૧ રન મુખ્ય હતા. શ્રેયાંકા પાટિલે ૧૭ રનમાં બે વિકેટ ઝડપી હતી

Gujarat
News
News
News
Magazines