Get The App

રોહિત શર્મા ક્રિકેટના મેદાન બાદ હવે ટેલિવિઝન પર છવાઈ જવા તૈયાર, લાવી રહ્યો છે નવો શૉ

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
Rohit Sharma TV Debut


(IMAGE - instagram/rohitsharma)

Rohit Sharma TV Debut: રોહિત શર્માનો અંદાજ હંમેશા નિરાલો રહ્યો છે, પછી તે મેદાન પરની બેટિંગ હોય કે રમુજી ઇન્ટરવ્યૂ. હવે રોહિત ટીવી પર પોતાનો એક નવો રિયાલિટી શૉ લઈને આવી રહ્યો છે. હાલમાં જ આ શૉનો એક મજેદાર ટીઝર વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. ખાનગી ચેનલે આ શૉને અત્યાર સુધીનો સૌથી મોટો એન્ટરટેઈનમેન્ટ ડેબ્યૂ ગણાવ્યો છે. જોકે, આ શૉ કયા વિષય પર હશે તેની સ્પષ્ટતા હજુ કરવામાં આવી નથી, પરંતુ રોહિતને હોસ્ટ તરીકે જોવા માટે ફેન્સ આતુર છે.

'કોઈ ગાર્ડનમાં નહીં ઘૂમેગા' ડાયલોગથી રોહિત પરેશાન!

શૉના ટીઝરમાં જોવા મળે છે કે રોહિત જ્યાં પણ જાય છે ત્યાં ફેન્સ તેમને મળે છે અને તેમની ફેમસ લાઈન 'કોઈ ગાર્ડનમાં નહીં ઘૂમેગા' બોલવાની ડિમાન્ડ કરે છે. વારંવાર એક જ ડિમાન્ડ સાંભળીને રોહિત એટલો કંટાળી જાય છે કે તે ફોન કરીને પોતાના ઘરની છત પર બની રહેલા ગાર્ડનનું કામ પણ અટકાવી દે છે. અંતમાં તે હસતા હસતા વિચારે છે કે જો તેની આ એક લાઈન આટલી વાઈરલ થઈ શકે છે, તો જ્યારે આખો શૉ ટીવી પર આવશે ત્યારે શું થશે?

ટીવી પર ક્રિકેટર્સનો દબદબો

રોહિત શર્મા પહેલા પણ ઘણા સ્ટાર ક્રિકેટરો ટીવી હોસ્ટ તરીકે સફળ રહ્યા છે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બંગાળી ક્વિઝ શૉ 'દાદાગીરી અનલિમિટેડ' માટે જાણીતા છે. આ ઉપરાંત હરભજન સિંહ, નવજોત સિંહ સિદ્ધુ, વસીમ અકરમ અને શ્રીસંત જેવા ખેલાડીઓ પણ ટીવી પર પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. હવે ક્રિકેટના સુપરસ્ટાર ગણાતા રોહિત શર્માના શૉને જનતા કેટલો પ્રેમ આપે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: શ્રીલંકાને વર્લ્ડ કપ જીતાવનાર સ્ટાર ખેલાડીના ઘરમાં એરલાઇન્સના પૂર્વ CEOનો મૃતદેહ મળતાં હડકંપ

રોહિત શર્માનું વર્તમાન ક્રિકેટ કરિયર

રોહિત શર્માએ ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હાલમાં તે માત્ર વનડે ક્રિકેટમાં સક્રિય છે. અત્યારે તે આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે, જ્યાં આ સીઝનમાં પણ તેમની બેટિંગનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે.