Get The App

GT સામે દમદાર ઇનિંગ રમવા છતાં રોહિત શર્મા આ વાતથી દુઃખી, કહ્યું - 'આ સિઝનમાં ફક્ત...'

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
rohit-sharma


IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ના એલિમિનેટર મેચમાં 30 મેના રોજ ગુજરાત ટાઇટન્સનો સામનો મુંબઈ ઇન્ડિયન્સ સામે થયો હતો. મુલ્લાંપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો ઓપનર રોહિત શર્માએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું. 'હિટમેન' તરીકે જાણીતા રોહિતે 50 બોલમાં 81 રન બનાવ્યા, જેમાં 9 ફોર અને 4 સિક્સરનો સમાવેશ થતો હતો. રોહિત આ મેેેેેચમાં કેચ આઉટ થયો હતો. 

રોહિતને શાનદાર ઇનિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ

રોહિત શર્માએ ગુજરાત ટાઇટન્સ સામે IPL એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ ખુશી વ્યક્ત કરી. તેમજ હિટમેનને તેની શાનદાર ઇનિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.પરંતુ રોહિત IPL 2025 માં તેના ફોર્મથી થોડો નિરાશ દેખાતો હતો.

આ સિઝનમાં પોતાના ફોર્મ લઈને દુઃખી છે રોહિત 

જોકે દમદાર ઈનિંગ રમવા છતાં રોહિતે પોતાના ફોર્મ વિષે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, 'મારી પાસે આ સિઝનમાં ફક્ત 4 ફિફ્ટી છે, હું ઇચ્છતો હતો તેનાથી વધુ હોત. પરંતુ હું સમજુ છે એલિમિનેટર જેવી મહત્ત્વપૂર્ણ મેચમાં પ્રદર્શન કરવું જરૂરી છે અને ટીમનું પ્રદર્શન બેસ્ટ રહ્યું.'

રોહિતે એ પણ સ્વીકાર્યું કે, 'મારી ઇનિંગ દરમિયાન નસીબે મારો સાથ આપ્યો હતો. આ મેચમાં કુશલ મેન્ડિસ અને ગેરાલ્ડ કોએત્ઝીએ કેચ છોડ્યા હતા, જેના કારણે રોહિત લાંબી ઇનિંગ રમી શક્યો હતો.'

આ પણ વાંચો: VIDEO: શુભમન ગિલે હાર્દિક પંડ્યાને કર્યો ઈગ્નોર, કેમેરા સામે હાથ જ ન મિલાવતા તર્કવિતર્ક

ગેઇલના ક્લબમાં એન્ટ્રી

રોહિત શર્માએ આ મેચમાં માત્ર 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. આ તેની IPL કારકિર્દીની 47મી ફિફ્ટી હતી. રોહિતે આ ઇનિંગ દરમિયાન IPLમાં પોતાના 7000 રન પણ પૂરા કર્યા. એટલું જ નહીં, રોહિત શર્માએ IPLમાં 300 સિક્સર પણ પૂરી કરી. કેરેબિયન દિગ્ગજ ક્રિસ ગેઇલ પછી રોહિત IPLમાં 300 સિક્સર ફટકારનાર બીજો ખેલાડી બન્યો છે. ક્રિસ ગેઇલે IPLમાં 357 સિક્સર ફટકારી હતી.

રોહિત શર્માએ તેની 266મી IPL ઇનિંગમાં 7000 રન પૂરા કર્યા છે. રોહિત IPLમાં 7000 રનકરનાર બીજો બેટર છે. વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. કોહલીએ અત્યાર સુધીમાં 266 મેચોમાં 8618 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, કોહલીએ 8 સેન્ચુરી અને 63 ફિફ્ટી ફટકારી છે.

GT સામે દમદાર ઇનિંગ રમવા છતાં રોહિત શર્મા આ વાતથી દુઃખી, કહ્યું - 'આ સિઝનમાં ફક્ત...' 2 - image

Tags :