Get The App

IPL 2025: ગિલે ટોસ સમયે હાથ ન મિલાવ્યો તો હાર્દિક પંડ્યાએ મેચમાં આ રીતે લીધો બદલો

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
IPL 2025: ગિલે ટોસ સમયે હાથ ન મિલાવ્યો તો હાર્દિક પંડ્યાએ મેચમાં આ રીતે લીધો બદલો 1 - image


IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ના એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT)ના કેપ્ટન શુભમન ગિલ અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે ટોસ દરમિયાન એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ. ટોસ MIના પક્ષમાં હતો. ટોસ જીતનાર કેપ્ટને પહેલા પોતાનો અભિપ્રાય જણાવવો પડે છે કે તે બેટિંગ કરશે કે બોલિંગ કરશે. જ્યારે શુભમન ગિલ ત્યાંથી જઈ રહ્યો હતો, ત્યારે હાર્દિક પંડ્યા તેની સાથે હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો, પરંતુ ગિલે હાર્દિક પંડ્યાને કર્યો ઈગ્નોર કર્યો હતો.

ટોસ દરમિયાન હાથ મિલાવ્યો ન હતો

ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચમાં જ્યારે ટોસ થયો ત્યારે મુંબઈની ટીમે જીત મેળવી અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસ દરમિયાન એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ જેમાં ગિલ ત્યાંથી જઈ રહ્યો હતો ત્યારે હાર્દિક પંડ્યાએ તેની સાથે હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો પરંતુ ગિલે તેના પર ધ્યાન આપ્યું નહીં. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તે એ પણ દર્શાવે છે કે બંને વચ્ચે બધું બરાબર નથી.



આ પણ વાંચો:  કેચ છોડ્યા, હિટ વિકેટ આઉટ થયો... MI સામે ગુજરાતની હારનો 'વિલન' સાબિત થયો વિદેશી ખેલાડી


ગિલના આઉટ થવા પર હાર્દિકનું ચોંકાવનારૂ રિએક્શન 

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે એલિમિનેટર મેચમાં પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા. ગુજરાત ટાઈટન્સ કેપ્ટન શુભમન ગિલ પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા રાખતી હતી. પરંતુ ટ્રેન્ટ બોલ્ટે તેને પહેલી જ ઓવરમાં એક રનના વ્યક્તિગત સ્કોર પર LBW આઉટ આપ્યો. ગિલે અમ્પાયરના નિર્ણય પર DRSS લીધો હતો અને તે જ સમયે જ્યારે હાર્દિક પંડ્યા ત્યાંથી ભાગી રહ્યો હતો, ત્યારે તેમનું રિએક્શન ચોંકાવનારૂ હતું.



સુદર્શનની ઇનિંગ્સ ગુજરાતને જીત અપાવી શકી નહીં

શુભમન ગિલના આઉટ થયા બાદ આ મેચમાં ગુજરાત ટાઇટન્સને જીત અપાવવાની જવાબદારી સાઇ સુદર્શનના ખભા પર આવી ગઈ, જેમાં એક સમયે તે મેચને ખૂબ નજીક લાવી ગયો હતો, પરંતુ 80 રન બનાવ્યા બાદ તેના આઉટ થવાથી મુંબઈને મેચમાં વાપસી કરવાની તક મળી અને અંતે તેઓ 20 રનથી જીતી ગયા. હવે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પહેલી જૂને પંજાબ કિંગ્સ સામે ક્વોલિફાયર-2 મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે.

IPL 2025: ગિલે ટોસ સમયે હાથ ન મિલાવ્યો તો હાર્દિક પંડ્યાએ મેચમાં આ રીતે લીધો બદલો 2 - image



Tags :