Sports

VIDEO : સ્કૂલ બેગમાં 'વડા પાંવ' લઈને આવ્યો ફેન, રોહિત શર્માનો રિપ્લાય ઈન્ટરનેટ પર વાઈરલ

By GS TEAM
25 Dec 20252 mins read
TukuTouch Logo
વિજય હઝારે ટ્રોફી 2025-26માં ભાગ લઈ રહેલા મુંબઈના ક્રિકેટર રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જ્યાં તે મેદાન પર ફિલ્ડિંગ કરી રહ્યો છે. આ દરમિયાન સ્ટેન્ડમાં મેચની મજા માણી રહેલા એક ચાહકે તેને એક એવો સવાલ કર્યો જે ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : સ્કૂલ બેગમાં 'વડા પાંવ' લઈને આવ્યો ફેન, રોહિત શર્માનો રિપ્લાય ઈન્ટરનેટ પર વાઈરલ

Vijay Hazare Trophy: વિજય હઝારે ટ્રોફી 2025-26માં ભાગ લઈ રહેલા મુંબઈના ક્રિકેટર રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જ્યાં તે મેદાન પર ફિલ્ડિંગ કરી રહ્યો છે. આ દરમિયાન સ્ટેન્ડમાં મેચની મજા માણી રહેલા એક ચાહકે તેને એક એવો સવાલ કર્યો જે ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે. 



રોહિત શર્માનો રિપ્લાય ઈન્ટરનેટ પર વાઈરલ 

વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, 'રોહિત શર્મા ફિલ્ડિંગ કરી રહ્યો છે, ત્યારે સ્ટેન્ડમાં તેની પાછળ ઉભેલા એક ચાહકે પૂછ્યું કે, રોહિત ભાઈ વડા પાંવ ખાશો? પછી એક બીજો ચાહક કહે છે કે, મારી મારી બેગમાં છે.  પોતાના સાથી સાથે સંમત થતાં પહેલો ચાહક કહે છે કે, સ્કૂલ બેગમાં વડા પાંવ છે. અહીં જુઓ.' ત્યારબાદ રોહિત શર્માએ જે રિપ્લાઈ આપ્યો, તે જોઈને ચાહકો ખુશીથી નાચી ઉઠ્યા. રોહિતે ગુસ્સો કરવાના બદલે પ્રેમથી હાથ હલાવીને ના પાડી. તેનો આ પ્રેમ જોઈને ચાહકો ખુશ થઈ ગયા.

આ પણ વાંચો: કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માએ પણ તોફાની બેટિંગ કરી દિલ જીત્યા

રોહિત શર્માએ બુધવારે વિજય હઝારે ટ્રોફી મેચમાં ભાગ લીધો હતો. તેણે મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેનો સામનો સિક્કિમ સામે હતો. આ ઘટના જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈની ફિલ્ડિંગ દરમિયાન બની હતી અને તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. 

9 સિક્સ, 18 ફોર, 155 રન : રોહિતે ચાહકોના દિલ જીત્યા

બીજી તરફ જયપુરમાં રમાયેલા મુકાબલામાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ સિક્કિમ સામે તાંડવ મચાવ્યું હતું. 237 રનના ટાર્ગેટ સામે રોહિતે મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરી માત્ર 61 બોલમાં સદી ઠોકી દીધી હતી. હિટમેને 94 બોલમાં 9 સિક્સ અને 18 ફોર ફટકારી 155 રનની તોફાની ઈનિંગ રમી હતી. રોહિતની આ ઈનિંગના પ્રતાપે મુંબઈની ટીમે આસાનીથી મેચ જીતી લીધી છે. જયપુરના મેદાન પર રોહિતની બેટિંગ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા.