Get The App

રોહિત કે ધોની? સૌરવ ગાંગુલીના મતે ભારતનો સૌથી શ્રેષ્ઠ વ્હાઈટ બોલ કેપ્ટન કોણ? જાણો

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
રોહિત કે ધોની? સૌરવ ગાંગુલીના મતે ભારતનો સૌથી શ્રેષ્ઠ વ્હાઈટ બોલ કેપ્ટન કોણ? જાણો 1 - image

Who Is India's Best White Ball Captain?: રોહિત શર્મા અને એમએસ ધોનીની ગણતરી ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં કરવામાં આવે છે. તેમની કેપ્ટનશીપમાં જ ભારતે એકથી વધુ ICC ટ્રોફી જીતી છે. એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2007 T20 વર્લ્ડ કપ, 2011 વનડે વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો. બીજી તરફ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે 2024 T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. હિટમેનની કેપ્ટનશીપમાં ભારત 2023 વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. આ પહેલા કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતે 1983નો વર્લ્ડ કપ જીત્યો હતો. બીજી તરફ સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીની સંયુક્ત વિજેતા બની હતી.

ધોની શ્રેષ્ઠ વ્હાઈટ બોલ કેપ્ટન

હવે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એમએસ ધોનીને દેશનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ 'વ્હાઈટ બોલ' કેપ્ટન ગણાવ્યો છે. એક સમિટમાં ગાંગુલીએ પોતાના શાનદાર વારસાને એક તરફ રાખીને બે દિગ્ગજો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી તુલના પર નિર્ણાયક જવાબ આપ્યો છે. આ ચર્ચા દરમિયાન ગાંગુલીએ સફળતાના સૌથી મોટા માપદંડનો ઉપયોગ કરીને એમએસ ધોનીને બાકી તમામ ભારતીય કેપ્ટનોથી ઉપર રાખ્યો: એટલે કે જીતેલી ટ્રોફીઓ.

ગાંગુલીએ કહ્યું કે, 'ધોનીએ વર્લ્ડ કપ જીત્યો હતો, જ્યારે હું રનર-અપ રહ્યો છું.' ગાંગુલીએ ભારતની 2011ની જીતની તુલના 2003ની ફાઈનલ સાથે કરી, જેમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.

ગાંગુલીએ આગળ કહ્યું કે, 'તેણે (ધોની) ત્રણ વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશીપ કરી છે. અમારા જમાનામાં T20I ક્રિકેટ નહોતું, માત્ર ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપ હતા. પરંતુ ધોનીએ વર્લ્ડ કપ જીત્યો છે, અને હું કહીશ કે તે એક શ્રેષ્ઠ વ્હાઈટ બોલ કેપ્ટન હતો.'

ગાંગુલીની કેપ્ટનશીપમાં ધોનીનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ

ધોનીએ 2004માં ગાંગુલીની કેપ્ટનશીપમાં પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું અને આગળ જતા તેણે 2007માં T20 વર્લ્ડ કપ, 2011માં વનડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ અપાવ્યો, આ સાથે જ તે વ્હાઈટ બોલ ક્રિકેટની ત્રણ સૌથી મોટી ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ અને એકમાત્ર કેપ્ટન બન્યો હતો.

આ પણ વાંચો: ઈઝરાયલ કે ઈરાન? ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઊઠતાં સવાલોનો જવાબ આપ્યો જયશંકરે

ગાંગુલીએ વધુમાં કહ્યું કે, 'મને ગર્વ છે કે તે ઝારખંડ જેવા નાના સ્થળેથી આવ્યો હતો. તેના પહેલા ત્યાંથી વધુ ખેલાડીઓએ દેશનું પ્રતિનિધિત્વ નહોતું કર્યું. ત્યાંથી આવીને આટલા મોટા દિગ્ગજ બનવું એ ગર્વની વાત છે.'