રિષભ પંતની ઈજા બાદ ICCના નિયમ પર ફરી વિવાદ શરૂ, દિગ્ગજ ક્રિકેટરે કહ્યું- હજુ અંધકારમાં જ જીવો છો
IND vs ENG: ભારતીય વિકેટકીપર-બેટર ઋષભ પંતે ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો. 37 રન બનાવ્યા પછી તે રિટાયર્ડ થયો હતો. પણ બીજા દિવસે જમણા પગમાં ફ્રેક્ચર હોવા છતાં તેણે બેટિંગ કરી અદભુત સાહસ દર્શાવી હતી. 28 બોલમાં 17 રન બનાવી તેને તેની હાફ સેન્ચૂરી પૂર્ણ કરી. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વૉન નું માનવું છે કે ટેસ્ટ ક્રિકેટમાં મેડિકલ સબસ્ટિટ્યુટ (ઈજાગ્રસ્ત ખેલાડીઓની જગ્યાએ કોઈ બીજાને લાવવાની પરવાનગી) ન આપવું એ દર્શાવે છે કે ક્રિકેટ હજુ પણ જૂના જમાનાના નિયમોમાં ફસાયેલું છે.
વૉને એક લેખમાં લખ્યું કે, 'પંતને ઈજા હોવા છતા બેટિંગ કરતા જોવું જબરદસ્ત હતું. તેણે હિંમત અને સ્કિલ બંને દર્શાવી, પરંતુ તે રન દોડી શકતો ન હતો અને જોકે આનાથી તેની ઈજા વધી શકે. વિકેટકીપરની જગ્યાએ સબસ્ટિટ્યુટ રમવા આવે છે, પરંતુ બેટિંગ કે બોલિંગ માટે નહીં- આ નિયમ વિચિત્ર અને ખોટો છે. ક્રિકેટ એકમાત્ર એવી રમત છે જેમાં ખેલાડીને બદલી શકાતો નથી. આથી એ પણ જાણવા મળે છે કે ક્રિકેટ હજી પણ અંધકાર યુગમાં જીવી રહ્યું છે.'
આ પણ વાંચો: WCL 2025: 41 વર્ષીય ડિવિલિયર્સે 41 બોલમાં ફટકારી સદી, દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું
વૉનનું માનવું છે કે, ખેલાડી ઈજાગ્રસ્ત થાય ત્યારે એ ખેલાડીની જગ્યાએ બીજા ખેલાડીને લેવાની મંજૂરી મળવી જોઈએ, જેમ કે બેટરની જગ્યાએ બેટર કે સ્પિનરની જગ્યાએ સ્પિનર. જો કોઈ ખેલાડીને ફ્રેકચર જેવી ગંભીર ઈજા થાય અને ડૉક્ટર કે સ્કેનથી તે સાબિત થઈ જાય, તો તે ખેલાડીની જગ્યાએ કોઈ બીજા ખેલાડીને ચાન્સ આપવો જોઈએ. મેચ પહેલા દરેક ખેલાડી માટે એક બેકઅપ ખેલાડી નક્કી કરવો જરૂરી છે. બંને ટીમ આ નિર્ણય પર મંજૂરી આપે. અને મેચ રેફરી તેની પર નજર રાખે.
વૉને એ પણ કહ્યું, 'કંન્કશન' (માથાના ભાગે ઇજાગ્રસ્ત) માટે સબસ્ટિટ્યુટ મળી જાય છે, પણ બાકી ઇજાઓ માટે નહીં. તેમનું માનવું છે કે જૂના નિયમો પર અડગ હોવાથી જાણી-જોઈને રમતનો પ્રભાવ ઘટાડવામાં આવી રહ્યો છે કારણ કે એક ટીમને આના કારણે મેચના ચાર દિવસ સુધી 10 ખેલાડીઓ સાથે રમવું પડી રહ્યું છે.
વૉને પંતના પહેલા દિવસે ક્રિસ વોક્સ સામે રમેલી રિવર્સ સ્વીપ શોટને 'મૂર્ખતાપૂર્ણ' ગણાવ્યો અને કહ્યું કે પંતે તેને વધુ સારી રીતે રમવું જોવતુ હતું. પંત જેવો ખેલાડી ક્યારેય જોયો નથી. તે અલગ જ છે. ભૂલના કારણે ઇજા થવી તે ઓકે છે, પણ તેણે જે સાહસ દર્શાવ્યું, તે વખાણવા લાયક છે. તે લંગડાતો મેદાન પર આવ્યો, છતાં તેણે બેન સ્ટોક્સને ફાસ્ટ બોલ સામે બેટિંગ કરી