Get The App

WCL 2025: 41 વર્ષીય ડિવિલિયર્સે 41 બોલમાં ફટકારી સદી, દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
WCL 2025: 41 વર્ષીય ડિવિલિયર્સે 41 બોલમાં ફટકારી સદી, દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું 1 - image
Image source: IANS 

AB de Villiers Century: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સ(WCL 2025)ની આઠમી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડની ટીમને 10 વિકેટે હરાવી રેકોર્ડ સર્જ્યો છે. આફ્રિકાની આ જીતમાં મુખ્ય ભૂમિકા ટીમના કેપ્ટન એ.બી. ડિવિલિયર્સની હતી. તેણે માત્ર 41 બોલ સદી ફટકારી હતી. એમણે હાશિમ અમલા સાથે ભાગીદારીમાં ટીમને વગર કોઈ વિકેટના નુકસાને 153 રનનો સ્કોર સુધી પહોંચાડી હતી. ઈંગ્લેડની ટીમે બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 152 રન બનાવ્યા હતા. 

પોઈટન્સ ટેબલમાં દક્ષિણ આફ્રિકા ટોપ પર

ડિવિલિયર્સને 'પ્લેયર ઑફ ધી મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ 'વિશ્વ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સ'ના પોઇન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી છે. આફ્રિકાએ ત્રણ મેચમાં ત્રણ જીત હાંસલ કરી 6 પોઈન્ટ પર છે. ત્યારે, ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ પોઈન્ટ સાથે બીજા સ્થાને અને પાકિસ્તાન ટીમના ત્રણ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. અને ભારતનું સ્થાન સૌથી છેલ્લે 6 પોઈન્ટ પર છે.

આ પણ વાંચો : પંત સાથે એવું કર્યુ કે ઈંગ્લેન્ડના બોલરો પર ભડક્યા ફેન્સ, કહ્યું- 'શરમ આવવી જોઈએ'

ઈંગ્લેન્ડની ઇનિંગ 

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એ.બી. ડિવિલિયર્સે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રવિ બોપારા 7 રન, મોઈન અલી 10 રન અને ઇયાન બેલ 7 રન બનાવી આઉટ થયા. ફિલ મસ્ટર્ડે 33 બોલ પર ત્રણ ફોર અને એક સિક્સની મદદે 39 રનની ઇનિંગ રમી. ત્યારે સમિત પટેલે 16 બોલમાં 3 ફોરની મદદથી 24 રન અને કેપ્ટન ઈયોન મોર્ગને 14 બોલ પર બે ફોર અને એક સિક્સની મદદે 20 રન બનાવ્યા. ટીમ એમ્બ્રોસે 16 બોલમાં 19 રન અને લિયામ પ્લંકેટ 15 બોલમાં 13 રન ફટકારી નોટ આઉટ રહ્યો. આફ્રિકા દ્વારા ઈમરાન તાહિર અને વેન પાર્નેલે બે-બે વિકેટ લીધી. ત્યારે ડેન ઓલિવિયર અને ક્રિસ મોરિસને એક-એક વિકેટ લીધી.

દક્ષિણ આફ્રિકાની ઇનિંગ 

153 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકી ટીમ મુશ્કેલીમાં દેખાઈ નહીં. ડીવિલિયર્સે ધમાકેદાર બેટિંગ કરી, જ્યારે અમલાએ પાર્ટનરશિપ નિભાવવામાં મદદ કરી. ડીવિલિયર્સ 51 બોલમાં 15 ફોર અને 7 સિક્સની મદદથી 116 રન બનાવીને નોટ આઉટ રહ્યો. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 227.45 રહ્યો. 41 વર્ષની ઉંમરમાં ડિવિલિયર્સ છવાઈ રહ્યો છે. 


Tags :