VIDEO: T20 વર્લ્ડકપ જીતની વર્ષગાંઠ પર ઉજવણી, પંતે રવીન્દ્ર જાડેજા સાથે કરી મજાક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rishabh Pant Trolls Ravindra Jadeja: ભારતે ટી20 વર્લ્ડ કપ જીત્યાના એક વર્ષ પૂરો થયો છે. ભારતીય ટીમે બર્મિંગહામમાં આ વર્ષગાઠની ઉજવણી કરી. ઉજવણીમાં રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ને તેના નિવૃત્તિની એનિવર્સરીની પણ શુભેચ્છા મળી. આ દરમિયાન જાડેજાએ જે કહ્યું, તેનાથી તેના નિવૃત્તિના પ્લાનનો અંદાજ લગાવી શકાય છે.
ટીમ ઇન્ડિયાએ કરી ઉજવણી
BCCIએ એક વીડિયો શેર કર્યો જેમાં બધા ખેલાડીઓ ઉજવણી માટે ભેગા થાય છે. ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહને કેક કટિંગ કરવા માટે આગળ લાવવામાં આવે છે. પહેલાં બધા એ નક્કી કરવા લાગ્યા કે કેક કાપશે કોણ. ‘પ્લેયર ઑફ ધ સીરિઝ’ રહેલા બુમરાહએ સિરાજ સાથે મળીને કેક કાપી.
રવીન્દ્ર જાડેજાની પ્રતિક્રિયા થઈ વાઇરલ
ઋષભ પંત અને જસપ્રીત બુમરાહ એકસાથે જાડેજાને કેક ખવડાવવા પહોંચ્યા. દરમિયાન પંતે મજાકમાં રવીન્દ્ર જાડેજાને નિવૃત્તિની શુભેચ્છા આપી ત્યારે જાડેજાએ હસતાં કહ્યું કે 'એક જ ફોર્મેટમાં નિવૃત્તિ લીધી છે' જે સાંભળતાં જ પંત,સિરાજ, બુમરાહ સહિત ત્યાં હાજર બધા લોકો હસવા લાગ્યા. જણાવી દઇએ કે ઇંગ્લેન્ડ પ્રવાસથી પહેલાં જાડેજાના ટેસ્ટ નિવૃત્તિ અંગે પણ ચર્ચા ચાલી રહી હતી, પરંતુ તેના આ નિવેદનથી સ્પષ્ટ થઇ ગયું કે હાલમાં નિવૃત્તિ લેવાનો કોઈ પ્લાન નથી.








