ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં IPLના 'મિસ્ટ્રી સ્પિનર'ને જોઈ સૌ કોઈ ચોંક્યા, ગિલે કૉલ કરી બોલાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝની બીજી મેચ રમવા માટે પ્રેક્ટિસ કરી રહી છે. આ મુકાબલો 2 જુલાઈથી બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય ટીમને પહેલી ટેસ્ટ મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝમાં 0-1થી પાછળ છે. હવે શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ એજબેસ્ટન ટેસ્ટ જીતવાની તૈયારી કરી રહી છે.
ભારતીય ખેલાડીઓને પ્રેક્ટિસ કરાવી રહ્યો આ IPL ક્રિકેટર
એજબેસ્ટન ટેસ્ટથી પહેલા ભારતીય ટીમના નેટ સેશનમાં સ્પિન બોલર હરપ્રીત બ્રાર બોલિંગ કરતા જોવા મળ્યો. 29 વર્ષના બ્રાર ગેસ્ટ નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાયો છે. એવું જાણવા મળ્યું છે કે કેપ્ટન શુભમન ગિલના કહેવાથી બ્રાર પ્રેક્ટિસ સેશનમાં ભારતીય ટીમ સાથે જોડાયો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ આ સંદર્ભે એક વીડિયો શેર કર્યો, જેમાં હરપ્રીત બ્રાર કહે છે કે જ્યારે તેને શુભમન ગિલનો મેસેજ આવ્યો, ત્યારે તે સ્વિડનમાં હતો. હરપ્રીત બ્રારની પત્ની મૌલી સંધુનું હોમટાઉન સ્વીડન જ છે, જે બર્મિંગહામથી ખાસ દૂર નથી. હરપ્રીત આ વીડિયોમાં કહે છે, 'મારી પત્ની સ્વીડનથી છે. એ બર્મિંગહામથી ખૂબ નજીક છે. સ્વીડનથી અહીં પહોંચવામાં 1થી 1.5 કલાકનો સમય લાગે છે... હું શુભમન ગિલ સાથે વાત કરી રહ્યો હતો, તેણે કાલે મને મેસેજ કર્યો હતો. અને આજે હું અહીં જોડાઈ ગયો છું'









