Sports

VIDEO: 'મેં ભી ખેલ રહા હું ભાઈ...', પંતે જાડેજાને ટોન્ટ માર્યો? સ્ટંપ માઇકમાં રેકોર્ડ થઈ વાતચીત

By GS TEAM
22 Jun 20252 mins read
TukuTouch Logo
હેડિંગ્લે ટેસ્ટમાં ભારતીય વિકેટ કિપર ઋષભ પંત પોતાની વિકેટ કીપિંગની સાથે રમૂજી વાત અને એક્શનથી બધાનું ધ્યાન ખેંચ્યુ હતું. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી દરમિયાન 21 જૂને પંતની કેટલીક રમૂજી અંદાજ સ્ટમ્પ માઇકમાં રેકોર્ડ થયો હતો. સોશિયલ મીડિયા એપ X પર તેનો વીડિયો પણ પોસ્ટ થયો છે. જેમાં પંત રવીન્દ્ર જાડેજાના વાઈડ બોલ પર પ્રતિક્રિયા આપતો જોવા મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 'મેં ભી ખેલ રહા હું ભાઈ...', પંતે જાડેજાને ટોન્ટ માર્યો? સ્ટંપ માઇકમાં રેકોર્ડ થઈ વાતચીત

Rishabh Pant Ravindra Jadeja: હેડિંગ્લે ટેસ્ટમાં ભારતીય વિકેટ કિપર ઋષભ પંત પોતાની વિકેટ કીપિંગની સાથે રમૂજી વાત અને એક્શનથી બધાનું ધ્યાન ખેંચ્યુ હતું. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી દરમિયાન  21 જૂને પંતની કેટલીક રમૂજી અંદાજ સ્ટમ્પ માઇકમાં રેકોર્ડ થયો હતો. સોશિયલ મીડિયા એપ X પર તેનો વીડિયો પણ પોસ્ટ થયો છે. જેમાં પંત રવીન્દ્ર જાડેજાના વાઈડ બોલ પર પ્રતિક્રિયા આપતો જોવા મળે છે.

આ પણ વાંચો: સૌરવ ગાંગુલીને ટીમ ઈન્ડિયાના કોચ બનવાની ઈચ્છા, રાજકારણમાં એન્ટ્રીની અટકળો પર પણ આપ્યો જવાબ

​​જાડેજાએ બોલને લેગ-સાઈડ પર ખૂબ જ વાઈડ ફેંક્યો હતો

હકીકતમાં સ્ટાર સ્પોર્ટ્સે X પર વીડિયો શેર કર્યો છે, જેમાં ડાબા હાથના સ્પિનર ​​જાડેજાએ બોલને લેગ-સાઈડ પર ખૂબ જ વાઈડ ફેંક્યો હતો. આ દરમિયાન ડાબા હાથનો બેન ડકેટ બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે પંતે બોલને પકડવા માટે જમણી છલાંગ લગાવીને બોલને રોક્યો હતો.

'મેં ભી ખેલ રહા હું ભાઈ...'

એ પછી પંતે રવીન્દ્ર જાડેજા પર કટાક્ષ કરતાં કહ્યું "મેં ભી ખેલ રહા હું ભાઈ, અપને ચોગ્ગે કે ચક્કરમેં મેરા ચોગ્ગા મત દે દેના..' પંતનું જાડેજાને કહેવું હતું કે, વાઈડના ચક્કરમાં ડાબો ચોગ્ગો ના આપી દેતા. એટલે કે, જો બોલ થોડો વધુ વાઈડ હોત અને તે તેને પકડી ન શકત, તો જાડેજાની સ્પીડ કદાચ તેને બાઉન્ડ્રી સુધી પહોચાડી દેત.

આ પણ વાંચો: એકલો બુમરાહ કેટલું કરે? અન્ય ખેલાડીઓ પર ભડક્યા પૂર્વ કોચ, કહ્યું- એક ખેલાડી પર જ ભાર

ગિલે જવાબ આપ્યો

વીડિયોમાં પછી નવા કેપ્ટન શુભમન ગિલ રવીન્દ્ર જાડેજા સાથે વાત કરતો જોવા મળ્યો હતો. જાડેજાએ મિડલ અને ઓફ પર એક ફાસ્ટ બોલ ફેંક્યો હતો અને ડકેટ તેને માત્ર  બ્લોક કરી શક્યો, પરંતુ ગિલે જોયું અને કહ્યું કે, હજુ આ  સંપૂર્ણપણે કન્ફ્યૂઝનમાં છે જદ્દુ ભાઈ, કયો સીધો છે અને કયો ત્યાં આવશે.

ડકેટ 29મી ઓવરમાં આઉટ થયો હતો. બોલ તેના બેટની કિનારી પર અડીને સ્ટમ્પ સાથે ટકરાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે પોતાનું કામ કરી લીધું હતું. ડકેટે 94 બોલમાં 62 રન બનાવી લીધા હતા.