Get The App

રિષભ પંતની બહેનના લગ્નમાં ધોનીએ લૂંટી મહેફિલ, ક્રિકેટ સ્ટાર્સે ખૂબ લગાવ્યા ઠુમકા, વીડિયો વાઇરલ

Updated: Mar 12th, 2025

GS TEAM


Google News
Google News
રિષભ પંતની બહેનના લગ્નમાં ધોનીએ લૂંટી મહેફિલ, ક્રિકેટ સ્ટાર્સે ખૂબ લગાવ્યા ઠુમકા, વીડિયો વાઇરલ 1 - image


Image Source: Twitter

Rishabh Pant Sister's Wedding: રિષભ પંતની બહેન સાક્ષી પંતના આજે લગ્ન છે. ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ રમીને પરત ફરેલો તેનો ભાઈ પંત મંગળવારે સવારે મસૂરી પહોંચ્યો હતો. સાંજે પૂર્વ ભારતીય ક્રિકેટર એમએસ ધોની તેની પત્ની સાથે મસૂરી પહોંચ્યા. સુરેશ રૈના પણ તેની પત્ની સાથે લગ્ન સમારોહમાં પહોંચી ગયો છે. મંગળવારે મહેંદી સેરેમની જેમાં એમએસ ધોનીના ઠુમકાએ રંગ જમાવ્યો. હવે ધોનીના ડાન્સનો વીડિયો ખૂબ વાઇરલ  થઈ રહ્યો છે.

રિષભ પંતની બહેનની મહેંદી સેરેમનીમાં ધોનીએ બ્લેક રંગનો ડિઝાઈનર કૂર્તો પહેર્યો હતો. રૈનાએ પણ બ્લેક કૂર્તો પહેર્યો હતો. ધોનીની પત્ની સાક્ષી ચમકતા ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. મહેંદી સેરેમનીમાં ધોનીએ રિષભ પંત, સુરેશ રૈના અને તેના મિત્રો સાથે ગોળ રાઉન્ડ બનાવીને ખૂબ ઠુમકા લગાવ્યા. 


એમએસ ધોનીના ડાન્સનો વીડિયો વાઇરલ 

એમએસ ધોનીના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ  થઈ રહ્યો છે. વીડિયોમાં ધોની, પંત, રૈના તેમના કેટલાક મિત્રો 'દમા દમ મસ્ત કલંદર' ગીત પર નાચતા દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: રિષભ પંતની બહેનના લગ્ન: રોહિત, વિરાટ અને ધોની મહેમાન બને તેવી શક્યતા

રિષભ પંતની બહેન સાક્ષી પંતના લગ્ન મસૂરીની એક હોટલમાં થઈ રહ્યા છે. ધોની ગઈકાલે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પરથી કાર દ્વારા ત્યાં પહોંચ્યો હતો. તેને જોવા માટે એરપોર્ટ પર પણ મોટી સંખ્યામાં ચાહકો આવ્યા હતા. 

પરત ફરીને IPL 2025 માટે શરૂ કરશે તૈયારી

એમએસ ધોની આગામી IPL (IPL 2025) માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે. લગ્ન સમારોહમાં આવતા પહેલા તે પ્રેક્ટિસ કરતો હતો, હવે અહીંથી પરત ફર્યા પછી તે ફરીથી CSK કેમ્પમાં જોડાશે. IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો પહેલો મુકાબલો 23 માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ સાથે છે. આ વખતે રિષભ પંત પણ નવી ટીમ માટે રમી રહ્યો છે. દિલ્હીનો કેપ્ટન રહેલો પંત આ વખતે લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમશે. ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીએ રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

Tags :