Get The App

IPL 2025માં ધોનીનું સ્થાન લેશે રિષભ પંત? સોશિયલ મીડિયા પર એવું લખ્યું કે લોકોએ કન્ફર્મ માની લીધું!

Updated: Aug 21st, 2024

GS TEAM

Google News
Google News
ms dhoni rishabh pant csk


Rishabh Pant To Join CSK: IPLમાં ખેલાડીઓની હરાજી નજીક આવી રહી છે. આ વર્ષે મેગા ઓક્શન હોવાથી ઘણી નવાજૂની થવાની શક્યતા છે. દસેદસ ટીમો કેટલાક દિગ્ગજ ખેલાડીઓની પોતાની ટીમમાં લેવા માટે તૈયાર હશે. તો અમુક ટીમો જૂના ખેલાડીઓના વિકલ્પો પણ શોધવાની તૈયારી કરશે. 

કેટલાક અહેવાલો અનુસાર ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ હવે ધોનીના વિકલ્પ તરીકે વિકેટકીપરની શોધ કરી રહી છે. તો બીજી તરફ દિલ્હી કેપિટલ્સ રિષભ પંતની આગેવાનીથી નારાજ હોવાની અટકળો પણ બાંધવામાં આવી રહી છે. એક તરફ ધોનીની ઉંમર હવે 43 વર્ષ થઈ ગઈ છે અને તે ઘૂંટણ જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. આ સ્થિતિમાં તે હવે એકાદ સીઝન માંડ રમી શકે તેમ છે. ત્યાં બીજી તરફ રિષભ પંત કાર અકસ્માતમાંથી સાજા થઈને આવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં પણ વાપસી કરી ચૂક્યો છે. 

તમામ અટકળો વચ્ચે રિષભ પંતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકતાં ક્રિકેટ ચાહકોએ તેના ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાવાના સમાચારને મહોર લગાવી દીધી હતી. મંગળવારે રિષભ પંતે સુપર સ્ટાર રજનીકાંતનો પોઝ આપીને 'થલાઈવા' લખ્યું હતું. આ ફોટો રજનીકાંતની ફિલ્મ કાબાલીનો છે. અગાઉ ધોનીએ પણ 2016માં આ પોઝમાં ફોટો અપલોડ કર્યો હતો. 

અગાઉ દિલ્હી કેપિટલ્સ સાથે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કૅપ્ટન રિકી પોન્ટિંગ છેડો ફાડી ચૂક્યો છે. આગામી સિઝનમાં રિષભ પંતને પણ ટીમના કૅપ્ટન પદેથી રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા છે. એવામાં દિલ્હી કેપિટલ્સ પોતાના ટીમના માળખામાં ધરખમ ફેરફારો કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

Tags :