ઈંગ્લેન્ડ સામે રિષભ પંતનો કમાલ, એક જ દિવસમાં બનાવ્યા 10 મોટા રેકોર્ડ
Images Sourse: IANS |
રિષભ પંથના નામે 10 મોટા રેકોર્ડ નોંધાયો
• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સના હેડિંગ્લી ખાતે પહેલી ટેસ્ટ મેચમાં રિષભ પંતની 44 ટેસ્ટ મેચમાં આઠમી સદી ફટકારી હતી. તેમણે 77મી ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. પંતના હવે ટેસ્ટ મેચમાં 3200 રન છે. તેના નામે 15 અડધી સદી પણ છે.
•રિષભ પંત ઇંગ્લેન્ડમાં ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સતત બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. અત્યાર સુધી કોઈ પણ ભારતીય ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યો નથી.
•રિષભ પંત એન્ડી ફ્લાવર પછી ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારનાર બીજો વિકેટકીપર બન્યો. ઝિમ્બાબ્વેના પૂર્વ દિગ્ગજ બેટ્સમેનએ 2001માં હરારેમાં દક્ષિણ આફ્રિકા સામે 142 અને 199* રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી.
•ટેસ્ટ રિષભ પંકની બંને ઈનિંગ્સમાં સદી ફટકારનાર સાતમો ભારતીય બેટર બન્યો છે. આ ઉપરાંત, તે ઈંગ્લેન્ડમાં આ સિદ્ધી મેળવનાર પ્રથમ અને એકમાત્ર એશિયન પણ છે.
આ પણ વાંચો: પંત અને રાહુલની સદીમાં ટીમ ઈન્ડિયા વિખેરાઈ, 31 રનમાં 6 વિકેટ પડી, 364 પર ઓલઆઉટ
•ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચની ટેસ્ટ મેચમાં રિષભ પંતનો કુલ 252 (134 અને 118) સ્કોર ટેસ્ટમાં વિકેટકીપર દ્વારા બનાવેલ ચોથો સૌથી વધુ સ્કોર છે. આ ત્રણેય ઉચ્ચ સ્કોર ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર એન્ડી ફ્લાવરના છે, જ્યારે ઈગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટમાં વિકેટકીપર દ્વારા બનાવેલ ચોથો સૌથી વધુ સ્કોર એલેક સ્ટુઅર્ટના નામે હતો, જેમણે 1998માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે દક્ષિણ આફ્રિકા સામે 204 (40 અને 164) રન બનાવ્યા હતા. ભારતીય વિકેટકીપર-બેટર દ્વારા બનાવેલ આ પહેલાનો સૌથી વધુ સ્કોર બુદ્ધિ કુંદરનનો હતો, જેમણે 1964માં ચેન્નાઈ ખાતે ઈંગ્લેન્ડ સામે 230 (192 અને 38) રન બનાવ્યા હતા.
•રિષભ પંત દ્વારા ઈગ્લેન્ડ સામે ફટકારવામાં આવેલી સદી વિદેશી ધરતી પર વિકેટકીપર દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સદી છે. અગાઉ, ઈંગ્લેન્ડના પૂર્વ વિકેટકીપર લેસ એમ્સે વેસ્ટ ઇન્ડીઝમાં ત્રણ સદી અને એન્ડી ફ્લાવરે ભારત માટે ત્રણ સદી ફટકારી હતી. રિષભ પંત હવે ઈંગ્લેન્ડમાં નિયુક્ત વિકેટકીપર દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સદીઓના રેકોર્ડમાં એલેક સ્ટુઅર્ટ અને મેટ પ્રાયર સાથે બરાબરી પર છે.
•આ ટેસ્ટમાં રિષભ પંતે ફટકારેલા છગ્ગા ઇંગ્લેન્ડમાં કોઈ પણ બેટર દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ છગ્ગા છે. તેણે પહેલી ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 3 છગ્ગા ફટકાર્યા હતા. તેમણે એન્ડ્રુ ફ્લિન્ટોફ (ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, એજબેસ્ટન, 2005) અને બેન સ્ટોક્સ (ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, લોર્ડ્સ, 2023)ની બરાબરી કરી હતી.
•રિષભ પંતે શોએબ બશીરના બોલ પર સાત છગ્ગા ફટકાર્યા. તે ટેસ્ટમાં એક જ બોલર સામે સૌથી વધુ છગ્ગા ફટકારનાર સંયુક્ત ત્રીજો બેટ્સમેન છે. વસીમ અકરમે પોલ સ્ટ્રૅંગ (શેખુપુરા 1996)ના બોલ પર નવ છગ્ગા ફટકાર્યા, રોહિત શર્માએ ડેન પીટ (વિશાખાપટ્ટનમ, 2019) બોલ પર આઠ છગ્ગા ફટકાર્યા જ્યારે હેરી બ્રુકે ઝાહિદ મહમૂદ (રાવલપિંડી, 2022) બોલ પર સાત છગ્ગા ફટકાર્યા.
•ઈંગ્લેન્ડમાં પંતે તેની છેલ્લી પાંચ ટેસ્ટ ઇનિંગ્સમાં પચાસ રનથી વધુનો સ્કોર બનાવ્યો છે - 50, 146, 57, 134 અને 118. તે ઈંગ્લેન્ડમાં આ સિદ્ધિ મેળવનાર સાતમો બેટર બન્યો છે. તેના કરતા આગળ સ્ટીવન સ્મિથ છે, જેણે સાત વખત આ સિદ્ધિ મેળવી છે.
• રિષભ પંતે ઈંગ્લેન્ડ સામે પોતાની પાંચમી સદી ફટકારી. તે એક જ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારનાર વિકેટકીપર બેટર બન્યો છે.