પંત અને રાહુલની સદીમાં ટીમ ઈન્ડિયા વિખેરાઈ, 31 રનમાં 6 વિકેટ પડી, 364 પર ઓલઆઉટ
(PHOTO - IANS) |
IND vs ENG 1st Test: સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 371 રનનો ટાર્ગેટ રાખ્યો છે. ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગમાં 364 રન બનાવ્યા છે, કારણ કે તેને પહેલી ઇનિંગમાં 6 રનની લીડ મળી હતી, તેથી ઇંગ્લેન્ડને હવે પહેલી ટેસ્ટ મેચ જીતવા માટે 371 રન બનાવવા પડશે. ચોથા દિવસે, ભારત માટે કેએલ રાહુલ અને રિષભ પંતે સેન્ચુરી ફટકારી હતી, પરંતુ પાછળથી આવેલા બેટર્સ ખરાબા રીતે ફ્લોપ રહ્યા હતા.
41 રનમાં 7 વિકેટ પડી
પહેલી ઇનિંગમાં, ટીમ ઇન્ડિયાએ 41 રનની અંદર 7 વિકેટ ગુમાવી દીધી હતી. હવે બીજી ઇનિંગમાં, ફરી એકવાર ટીમે 31 રનની અંદર 6 વિકેટ ગુમાવી દીધી. પરિણામે, ટીમ ઇન્ડિયા 364 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જોકે, હેડિંગ્લીની પિચ અને ઇંગ્લેન્ડની આક્રમક બેટિંગ શૈલી જોતા ટીમ ઇન્ડિયાનો 371 રનનો ટાર્ગેટ ઇંગ્લેન્ડ માટે કંઈ ખાસ નથી. ઇંગ્લેન્ડે ચોથા દિવસે સ્ટમ્પ સુધી એક પણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવી લીધા છે. જયારે હવે છેલ્લા દિવસે ઇંગ્લેન્ડે 350 રન બનાવવા પડશે. બેટિંગ માટે પિચ હજુ પણ ખૂબ પડકારજનક લાગતી નથી. આવી સ્થિતિમાં, ટીમ ઇન્ડિયાના બોલરો પર હવે આ મેચ બચાવવાની મોટી જવાબદારી રહેશે.
આ પણ વાંચો: ભારતના 93 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમ વખત એક જ ટેસ્ટમાં પાંચ સદીનો રેકોર્ડ
મેચની વાત કરીએ તો, ચોથા દિવસે 2 વિકેટે 90 રનથી આગળ રમતા ટીમ ઈન્ડિયાએ 364 રન બનાવ્યા. આ દરમિયાન કેએલ રાહુલે 137 અને રિષભ પંતે 118 રન બનાવ્યા હતા. પંતે પણ પહેલી ઇનિંગમાં 134 રન બનાવ્યા હતા. તેમના સિવાય શુભમન ગિલે 147 અને યશસ્વી જયસ્વાલે 101 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાને પહેલી ઇનિંગમાં 6 રનની લીડ મળી હતી. જેના કારણે હવે ઇંગ્લેન્ડને બીજી ઇનિંગમાં 371 રનનો ટાર્ગેટ મળ્યો છે. દિવસની રમતના અંત સુધી ઇંગ્લેન્ડે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવી લીધા છે.