Get The App

'એણે ટેસ્ટ ક્રિકેટ બરબાદ કરી નાખી..' શરમજનક પરાજય બાદ ટીમ ભડક્યો હરભજન સિંહ

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
Harbhajan Singh


Harbhajan Singh: કોલકાતા ટેસ્ટ મેચમાં ભારતની હાર બાદ, ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​હરભજન સિંહે ટીમ મેનેજમેન્ટનો ઉધડો લીધો. તેમણે રેન્ક ટર્નર એટલે કે સ્પિન-ફ્રેન્ડલી વિકેટો બનાવવા બદલ મેનેજમેન્ટની ટીકા કરી. ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટેસ્ટ, જે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી, તે માત્ર અઢી દિવસમાં જ પૂરી થઈ ગઈ. રવિવારે મેચના ત્રીજા દિવસે બીજા સેશનમાં પરિણામ આવતાં, 124 રનનો લક્ષ્યાંક ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 30 રનના માર્જિનથી મેચ હારી ગઈ.

ઈડન ગાર્ડન્સની પિચ સવાલોના ઘેરામાં: બીજા દિવસે 15 વિકેટ પડી

ભારતે હાર્યા પછી, કોલકાતાના ઈડન ગાર્ડન્સની પિચ, જ્યાં મેચના બીજા દિવસે જ 15 વિકેટ પડી હતી, તે સવાલોના ઘેરામાં આવી ગઈ. હરભજને વધુમાં કહ્યું કે આવી પિચ ખેલાડીઓને આગળ વધવાનો મોકો નહીં આપે અને ટેસ્ટ ક્રિકેટને બરબાદ કરી દીધું છે. તેની યુટ્યુબ ચેનલ પર તેમણે આક્રોશ વ્યક્ત કર્યો કરતા કહ્યું કે, 'તેમણે ટેસ્ટ ક્રિકેટને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું છે. ટેસ્ટ ક્રિકેટ મરી ગયું છે. રેસ્ટ ઇન પીસ ટેસ્ટ ક્રિકેટ. તેઓ જે પ્રકારનું કામ કરી રહ્યા છે, જે પ્રકારની પિચો આટલા વર્ષોથી બનાવવામાં આવી રહી છે, તે હું જોતો આવ્યો છું.'

હરભજન સિંહનો આક્રોશ: 'ટેસ્ટ ક્રિકેટ મરી ગયું, RIP'

ભજ્જીએ આગળ જણાવ્યું કે, 'કોઈ આ વિશે વાત કરતું નથી, કારણ કે ટીમ જીતી રહી છે અને બધું બરાબર ચાલી રહ્યું છે. કોઈ વિકેટ લઈને મહાન બની રહ્યું છે, તેથી બધાને લાગે છે કે બધું ઠીક છે. જોકે, મને લાગે છે કે આ પ્રચલન આજનું નથી, પરંતુ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને મારા મતે આ રમવાની ખોટી રીત છે. તમે જીતી તો રહ્યા છો, પણ તમને કોઈ ખાસ ફાયદો નથી થઈ રહ્યો, તમે બસ ચક્કીમાં બંધાયેલા બળદની જેમ ચક્કર કાપી રહ્યા છો; તમે કોઈપણ રીતે આગળ વધી રહ્યા નથી.'

આ પણ વાંચો: VIDEO : ભારત-પાકિસ્તાનની મેચમાં એક કેચ અંગે વિવાદ, થર્ડ અમ્પાયરથી થયું 'બ્લન્ડર'!

તમે આગળ નથી વધી રહ્યા- હરભજન

ભૂતપૂર્વ સ્પિનરે આગળ દાવો કર્યો અને કહ્યું, 'એક ક્રિકેટર તરીકે તમે આગળ નથી વધી રહ્યા. તેથી મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આના પર ધ્યાન આપવામાં આવે અને વિચારવામાં આવે કે આવી પિચો પર મેચ રમવી જ્યાં તમારા બેટર્સને રન બનાવવાનો પણ અંદાજ નથી અને તમે તેમને એવું બતાવી રહ્યા છો જાણે તેમને બેટિંગ આવડતી જ નથી. જો પરિસ્થિતિઓ એટલી અનુકૂળ બની જાય કે લોકો પિચના કારણે આઉટ થઈ રહ્યા હોય, ન કે કૌશલ્યના કારણે, તો એક કાબેલ બોલર અને એક કાબેલ બેટર વચ્ચે શું ફરક રહી જાય છે?' ભારત છેલ્લા 6 માંથી 4 ટેસ્ટ ભારતમાં જ હારી ચૂક્યું છે.

'એણે ટેસ્ટ ક્રિકેટ બરબાદ કરી નાખી..' શરમજનક પરાજય બાદ ટીમ ભડક્યો હરભજન સિંહ 2 - image

Tags :