Get The App

'હું એ ચક્કરમાં વધુ બદનામ થયો...' વિરાટ કોહલી સાથેની ઘટના અંગે રિંકુ સિંહે રસપ્રદ કિસ્સો જણાવ્યો

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
'હું એ ચક્કરમાં વધુ બદનામ થયો...' વિરાટ કોહલી સાથેની ઘટના અંગે રિંકુ સિંહે રસપ્રદ કિસ્સો જણાવ્યો 1 - image


Virat Kohli Giving Rinku Singh A Bat: IPL 2024 દરમિયાન ભારતીય ટીમ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના બેટર રિંકુ સિંહનો વિરાટ કોહલી પાસેથી બેટ માંગવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. રિંકુએ સિંહે હવે આ વાઈરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે અને એક રસપ્રદ કિસ્સો શેર કરે કર્યો છે. તેમણે કહ્યું કે,'બેટના કારણે હું  વધુ બદનામ થઈ ગયો હતો.'

બેટર રિંકુ સિંહે શું કહ્યું...

બેટની ઘટના વિશે એક મીડિયા ઈન્ટરવ્યુમાં રિંકુ સિંહે જણાવ્યું હતું કે, 'બેટના કારણે હું થોડો વધારે બદનામ થઈ ગયો હતો. હું સામાન્ય રીતે વિરાટ કોહલીને મળવા જતો અને બેટ માંગતો, પરંતુ મારી પાછળ કેમેરામેન રહેતા. લોકોને આ બાબત ગમતી ન હતી. તે મારા માટે અને વિરાટ કોહલી માટે પણ યોગ્ય નહોતું, કારણ કે વીડિયો વાઈરલ થઈ ગયો હતો. પરંતુ આ વખતે (IPL 2025) હું તેમની પાસે જોવા મળ્યો ન હતો. આ વખતે મેં માહી ભાઈ (એમએસ ધોની) અને રોહિત ભાઈનું બેટ લીધું. મારા માટે આ એક મોટી વાત છે. મોટા ખેલાડીઓનું બેટ મેળવવું એ એક મોટી વાત છે.'

આ પણ વાંચો: ICCએ જાહેર કર્યું વનડે વર્લ્ડ કપનું નવુ શેડ્યૂલ, જાણો ક્યારે અને ક્યાં રમાશે ભારતની મેચ


રિંકુ સિંહ વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ ટી20 લીગ પછી, તે એશિયા કપ 2025 માટે રવાના થશે. ભારતીય ટીમમાં પસંદગી અંગે રિંકુ સિંહે કહ્યું કે, 'આ મારા માટે એક મોટી તક છે, કારણ કે હું 2024 ના વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન ગુમાવી બેઠો હતો અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સ્ટેન્ડબાય ખેલાડી હતો.'

આંતરરાષ્ટ્રીય મેચમાં રિંકુ સિંહે 546 રન બનાવ્યા

ભારતીય ટીમની વાત કરીએ તો, એશિયા કપમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ રિંકુ સિંહ ફિનિશરની ભૂમિકામાં જોવા મળી શકે છે. રિંકુ સિંહે ભારત માટે 33 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 42.00ની સરેરાશથી 546 રન બનાવ્યા છે. જેમાં ત્રણ અર્ધશતકનો સમાવેશ થાય છે. રિંકુ સિંહ હવે બોલિંગ તેમજ બેટિંગમાં ધમાલ મચાવીને ભારતીય ટીમને એશિયા કપ જીત અપાવવા માંગશે. એશિયા કપમાં ભારતની પહેલી મેચ 10મી સપ્ટેમ્બરે યુએઈ સામે છે.

Tags :