Get The App

રિંકુ સિંહે વિરાટ કોહલીને ઈગ્નોર કર્યો? IPL-18ની ઓપનિંગ સેરેમનીનો VIDEO વાઈરલ

Updated: Mar 23rd, 2025

GS TEAM


Google News
Google News


રિંકુ સિંહે વિરાટ કોહલીને ઈગ્નોર કર્યો? IPL-18ની ઓપનિંગ સેરેમનીનો VIDEO વાઈરલ 1 - image

Rinku singh ignores virat kohli: IPLની 18મી સીઝનની શરૂઆત ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભવ્ય ઉદ્ઘાટન સાથે થઈ. આ કાર્યક્રમનું સંચાલન બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાને કર્યું હતું. આ દરમિયાન કંઈક એવું બન્યું જે એક યુઝરે સોશિયલ મીડિયા પર આ વીડિયો ક્લિપ શેર કરી ત્યારે ધ્યાનમાં આવ્યું.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે શાહરૂખ ખાને રિંકુ સિંહને સ્ટેજ પર બોલાવ્યો ત્યારે તેણે વિરાટ કોહલીને ઈગ્નોર કર્યો અને તેની સાથે હાથ મિલાવ્યા વિના જ આગળ વધ્યો. હવે આ વીડિયો વાયરલ થયા બાદ ચાહકો રિંકુને આ હરકત માટે ખૂબ ખરી-ખોટી સંભળાવી રહ્યા છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોથી હંગામો મચી રહ્યો છે. IPL 2025ની ઓપનિંગ સેરેમની દરમિયાન શાહરૂખ ખાન પહેલા RCBના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને સ્ટેજ પર બોલાવે છે. વિરાટ કોહલીને 'GEN Of GOLD' કહેવામાં આવે છે. આ દરમિયાન જ્યારે કિંગ કોહલી સ્ટેજ પર આવે છે, ત્યારે શાહરૂખ ખાન ભીડને કોહલી-કોહલીના નારા લગાવવાનું પણ કહે છે.


રિંકુ સિંહે વિરાટ કોહલીને ઈગ્નોર કર્યો

ત્યારબાદ શાહરૂખ ખાન KKRની ટીમમાંથી રિંકુ સિંહને સ્ટેજ પર બોલાવે છે. શાહરૂખ રિંકુને લેવા જાય છે કે તરત જ રિંકુ તેની સાથે હાથ મિલાવે છે, પરંતુ જ્યારે તે સ્ટેજ પર પહોંચે છે, ત્યારે તે ત્યાં ઉભેલા વિરાટ કોહલી સાથે હાથ નથી મિલાવતો. હવે ચાહકો કહેવા લાગ્યા કે, રિંકુ સિંહે વિરાટ કોહલીને ઈગ્નોર કર્યો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ રહ્યો છે અને ચાહકો તેની મજા લઈ રહ્યા છે.

આ પણ વાંચો:'ગિલ ફટકારશે સૌથી વધુ રન, મુંબઈ જીતશે IPL-18..', દિગ્ગજ ઈંગ્લિશ ક્રિકેટરની ભવિષ્યવાણી

RCBની શાનદાર જીત

IPL 2025ની પ્રથમ મેચ RCB અને KKR વચ્ચે રમાઈ હતી, જેમાં RCBએ 7 વિકેટથી જીત મેળવી હતી. આ જીતના હીરો વિરાટ કોહલી (અણનમ 59) અને ફિલ સોલ્ટ (59)હતા. આ ઉપરાંત કૃણાલ પંડ્યાએ પણ મેચમાં 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

Tags :