Get The App

ઉધાર આપેલા પૈસા પાછા માંગ્યા હતા...: યૌન શોષણના આરોપો બાદ યશ દયાલની દલીલ

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
Yash Dayal Case
(PHOTO -IANS)

Yash Dayal Case: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના ફાસ્ટ બોલર યશ દયાલે ગાઝિયાબાદની એક મહિલા દ્વારા લગ્નના બહાને યૌન શોષણનો આરોપ લગાવતા દાખલ કરાયેલા કેસ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રયાગરાજ પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે અને FIR નોંધવાની માંગ કરી છે.

યશ દયાલે યુવતી પર લગાવ્યો આ આરોપ 

યશ દયાલે આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, 'મેં સોશિયલ મીડિયા દ્વારા યુવતી સાથે મિત્રતા કરી હતી. પરંતુ તે માત્ર એક મિત્ર હતી અને બાદમાં તેણે મારા પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું.' 

ક્રિકેટર યશ દયાલની પ્રયાગરાજ પોલીસને મદદ માટે અપીલ

યશ દયાલે આરોપ લગાવ્યો છે કે, 'યુવતીએ પરિવારમાં કોઈની સારવાર માટે પૈસા ઉછીના લીધા હતા. જ્યારે મેં ઉછીના આપેલા લાખો રૂપિયા પાછા માંગ્યા ત્યારે તેણે મારા પર આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત યુવતી આઇફોન, લેપટોપ અને અન્ય વસ્તુઓ પણ લઈ ગઈ છે.' જોકે, પોલીસે હજુ સુધી એફઆઈઆર નોંધી નથી. 

ક્રિકેટરે યુવતી વિરુદ્ધ પ્રયાગરાજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. પોતાના નિવેદનમાં યશ દયાલે આરોપ લગાવ્યો છે કે યુવતીએ તેનો આઈફોન અને લેપટોપ ચોરી લીધા હતા અને ખોટા બહાનાથી તેની પાસેથી પૈસા ઉછીના લીધા હતા.

યશ દયાલ પર લગ્નના બહાને યૌન શોષણનો આરોપ

ગાઝિયાબાદની એક મહિલાએ ફાસ્ટ બોલર યશ દયાલ પર લગ્નના બહાને શોષણનો આરોપ લગાવ્યો છે. મહિલાએ મુખ્યમંત્રીના ઓનલાઈન ફરિયાદ પોર્ટલ, IGRS દ્વારા ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે તે છેલ્લા પાંચ વર્ષથી ક્રિકેટર સાથે સંબંધમાં હતી. આ સમય દરમિયાન તેનું ભાવનાત્મક, માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: 'હજુ બે દિવસ પહેલા દાઢી રંગી છે', ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લેવા પર વિરાટ કોહલીનો રમૂજી જવાબ, યુવરાજ અંગે કરી મોટી વાત

કોણ છે ક્રિકેટર યશ દયાલ?

યશ દયાલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની IPL 2025 ની સિઝનમાં 15 મેચમાં 13 વિકેટ લીધી હતી. તે 2022 માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાનો સભ્ય પણ રહ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે ઉત્તર પ્રદેશ ટીમ માટે રમે છે. બાંગ્લાદેશ સિરીઝ અને બોર્ડર ગાવસ્કર સિરીઝ દરમિયાન તેનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને અત્યાર સુધી કોઈ મેચ રમવાની તક મળી નથી.

27 વર્ષીય યશ દયાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 27 મેચમાં 84 વિકેટ લીધી છે, જેમાં તેની બેસ્ટ બોલિંગ 5/48 છે. લિસ્ટ A ક્રિકેટમાં તેણે 23 મેચમાં 36 વિકેટ લીધી છે. તેમજ તેણે 71 T20 ક્રિકેટ મેચમાં 66 વિકેટ લીધી છે અને તેનું બેસ્ટ પરફોર્મન્સ 3/20 રહ્યું છે. IPL ની વાત કરીએ તો, તેણે 2 ટીમ માટે 43 મેચ રમીને 41 વિકેટ લીધી છે. તે IPL ની 2022 અને 2023 સીઝનમાં ગુજરાત માટે રમ્યો હતો, જ્યારે તે 2024 અને 2025 IPL સીઝનમાં RCB નો ભાગ હતો.

ઉધાર આપેલા પૈસા પાછા માંગ્યા હતા...: યૌન શોષણના આરોપો બાદ યશ દયાલની દલીલ 2 - image

Tags :