IPL 2025 final : આજે IPL 2025ની ફાઈનલ મેચ રમાશે. આ વર્ષે એવી ટીમ ચેમ્પિયન બનશે જેણે પહેલા ક્યારેય ટ્રોફી જીતી નથી, કારણ કે એક તરફ છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને બીજી તરફ પંજાબ કિંગ્સ. RCBએ ક્વૉલિફાયર મુકાબલામાં PBKSને મ્હાત આપી હતી. PBKSએ બીજી ક્વૉલિફાયર મેચમાં જીત નોંધાવીને વાપસી કરી અને ફાઈનલમાં જગ્યા બનાવી. હવે સવાલ એ થાય છે કે આ બંનેમાંથી મજબૂત ટીમ કઈ? આંકડાઓમાં જુઓ કોનું પલડું ભારે....
RCB અને PBKS બંને ટીમો આ વર્ષે 9-9 મેચો જીતીને પ્લેઓફ સુધી પહોંચી
IPLના ઈતિહાસમાં આ બંને ટીમો વચ્ચે કુલ 36 વખત મેચ થઈ અને રોમાંચક વાત એ છે કે બંને ટીમોએ 18-18 મેચો જીતી છે
જોકે આ વર્ષના આંકડા જોઈએ તો RCBનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. કારણ કે આ સીઝનમાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચો રમાઈ જેમાંથી બેમાં RCBની જીત થઈ.
નોંધનીય છે કે RCBના કેપ્ટન રજત પાટીદાર તથા પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર વચ્ચે IPL પહેલા પણ ફાઈનલ મેચમાં મુકાબલોમાં થઈ ચૂક્યો છે. છ મહિના પહેલા જ ડિસેમ્બર મહિનામાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ બંને ખેલાડીઓ કેપ્ટન તરીકે ફાઈનલ મેચમાં સામસામે હતા. રજત પાટીદાર મધ્ય પ્રદેશ તો શ્રેયસ અય્યર મુંબઈનું નેતૃત્વ કરી રહ્યો હતો. તે સમયે શ્રેયસ અય્યરની ટીમને જીત હાંસલ થઈ હતી.


