IPL-2026, Delhi Capitals vs Royal Challengers Bengaluru : આઈપીએલ-2026માં આજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમારની દમદાર બોલિંગ સામે દિલ્હીનો પરાજય થયો છે. દિલ્હીએ આ સિઝનમાં સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો છે, જેને પ્રથમ બેટિંગ કરતા 16.3 ઓવરમાં માત્ર 75 રનમાં ઓલઆઉટ થઈ શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે.

દિલ્હી તરફથી અભિષેક પોરલના સૌથી વધુ રન
દિલ્હી તરફથી અભિષેક પોરલે 30 રન, ડેવિડ મિલરે 19 રન અને કેયલ જેમિન્સને 12 રન ફટકાર્યા છે, જ્યારે કે.આલ.રાહુલ, અક્ષર પટેલ સહિતના બેટરો ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યા નથી. બોલિંગની વાત કરીએ તો દિલ્હીના એકમાત્ર બોલર કેયલ જેમિન્સને એક વિકેટ ઝડપી છે, જ્યારે બાકીના તમામ બોલરો નિષ્ફળ ગયા છે.

હેઝલવુડ અને ભુવનેશ્વરના તરખાટ સામે દિલ્હી સસ્તામાં ઓલઆઉટ
બેંગલુરુ તરફથી ઓપનિંગમાં આવેલા જેકોબ બેથેલ 11 બોલમાં બે સિક્સ અને એક ફોર ફટકારી 20 રને આઉટ થયો છે. જ્યારે વિરાટ કોહલી (15 બોલ, બે સિક્સ, એક ફોર) 23 રને અને દેવેન્દ્ર પડ્ડીકલ (13 બોલ, 3 સિક્સ, 3 ફોર) 34 રને અણનમ રહ્યો છે. આજની મેચમાં જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમારની દમદાર બોલિંગ સામે દિલ્હીની ટીમ સસ્તમાં ઓલઆઉટ થઈ ગઈ છે. હેઝલવુડે ચાર તો ભુવનેશ્વરે ત્રણ વિકેટ ઝડપી છે. જ્યારે રશિક સલામ, સુયેશ શર્મા અને ક્રુનાલ પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો : KKRના સ્ટાર બેટર પર IPLએ કરી કાર્યવાહી, આઉટ થયા બાદ મેદાન પર કરી હતી આવી હરકત


