Get The App

14 બોલમાં ઝડપી ફિફ્ટી, 4 ચોગ્ગા, 6 છગ્ગા.... રોમારિયો શેફર્ડે CSKના બોલરોનો ઉધડો લીધો

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
14 બોલમાં ઝડપી ફિફ્ટી, 4 ચોગ્ગા, 6 છગ્ગા.... રોમારિયો શેફર્ડે CSKના બોલરોનો ઉધડો લીધો 1 - image


Romario Shepherd Record: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં શનિવારે (ત્રીજી મે) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં આરસીબીએ છેલ્લા બોલ પર 2 રનથી મેચ જીતી લીધી હતી. આ દરમિયાન આરસીબીના બેટર રોમારિયો શેફર્ડે ઈતિહાસ રચ્યો હતો. તેણે તોફાની બેટિંગ કરીને આઈપીએલ ઈતિહાસની બીજી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી માત્ર 14 બોલમાં પૂરી કરીને ઈતિહાસ રચી દીધો. 

IPL 2025માં સૌથી ઝડપી અડધી સદી

આરસીબીના બેટર રોમારિયો શેફર્ડ છેલ્લે બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન એવું લાગતું હતું કે આરસીબી 200નો આંકડો પાર કરી શકશે નહીં. પરંતુ રોમારિયો શેફર્ડે જવાબદારી સંભાળી હતી અને તેણે 14 બોલમાં 53 રન બનાવ્યા હતાં. જેમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થતો હતો. IPL 2025માં સૌથી ઝડપી ફિફ્ટી છે.

આ પણ વાંચો: સ્ટાર ખેલાડી ડ્રગ્સ ટેસ્ટમાં પકડાતા ક્રિકેટ જગત સ્તબ્ધ, IPLમાંથી બહાર કરાયો

IPL 2025 ની સૌથી ઝડપી ફિફ્ટી

•રોમારિયો શેફર્ડ - 15 બોલ

•વૈભવ સૂર્યવંશી - 17 બોલ

•નિકોલસ પૂરન - 18 બોલ

•પ્રિયાંશ આર્ય - 19 બોલ

ઉલ્લેખનીય છે કે, પ્રથમ બેટિંગ કરતા આરસીબી ટીમે 214 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વિરાટ કોહલી અને રોમારિયો શેફર્ડે તોફાની અડધી સદી ફટકારી હતી. રોમારિયો શેફર્ડે માત્ર 14 બોલમાં ફિફ્ટી ફટકારી. જવાબમાં સીએસકે 20 ઓવરમાં ફક્ત 211 રન બનાવી શક્યું હતું.

14 બોલમાં ઝડપી ફિફ્ટી, 4 ચોગ્ગા, 6 છગ્ગા.... રોમારિયો શેફર્ડે CSKના બોલરોનો ઉધડો લીધો 2 - image


Tags :