Get The App

IPL ચેમ્પિયન RCB એ 3 મહિના પછી મૌન તોડ્યું, '12th મેન આર્મી'ના નામે લખ્યો ભાવુક પોસ્ટ

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
IPL ચેમ્પિયન RCB એ 3 મહિના પછી મૌન તોડ્યું, '12th મેન આર્મી'ના નામે લખ્યો ભાવુક પોસ્ટ 1 - image


RCB Cares: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ ગુરુવારે (28મી ઑગસ્ટ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ત્રણ મહિનાનું મૌન તોડ્યું અને તેના ચાહકોને ભાવનાત્મક સંદેશ આપ્યો. આ ઉપરાંત '12th મેન આર્મી' અને 'RCB કેર્સ' નામની એક નવી પહેલની પણ જાહેરાત કરી. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય જૂનમાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા ચાહકોના પરિવારોને મદદ કરવાનો અને ઈજાગ્રસ્તોને સહાય પૂરી પાડવાનો છે.

નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા

ચોથી જૂન 2025ના રોજ હજારો લોકો એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર આરસીબીના પહેલા IPL ટાઇટલ જીતની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ સમય દરમિયાન થયેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા. આ દરમિયાન સ્ટેડિયમની અંદર ઉજવણી ચાલુ રહી, જેના કારણે ફ્રેન્ચાઇઝીની નિંદા થઈ થઈ હતી. ત્યારબાદ આરસીબીએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની અને ઈજાગ્રસ્તોની સારવાર માટે 'RCB Cares' ફંડ બનાવવાની જાહેરાત કરી. આરસીબી દ્વારા ચાહકો સાથે એકતા દર્શાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું.



કર્ણાટક સરકારે પણ આ ઘટના માટે આરસીબીને દોષી ઠેરવ્યું હતું. જો કે. ફ્રેન્ચાઈઝીએ ઘટના પછી ટૂંકો શોક સંદેશ જેહેર કર્યો હતો, પરંતુ તેમનું લાંબું મૌન શંકાસ્પદ રહ્યું.

આ પણ વાંચો: જો હું દુલીપ ટ્રોફી માટે ફીટ છું તો એશિયા કપ માટે કેમ નહીં...', મોહમ્મદ શમીનું દર્દ છલકાયું

આરસીબીએ 'X' પર પોસ્ટ કરીને શું લખ્યું...

આરસીબીએ 'X' પર પોસ્ટ કરીને લખ્યું,'પ્રિય 12th મેન આર્મી, આ અમારો તમને હૃદયપૂર્વકનો પત્ર છે. અમે અહીં છેલ્લી વાર કંઈક શેર કર્યું તેને લગભગ ત્રણ મહિના થઈ ગયા છે. આ મૌન ગેરહાજરી નહોતી, પરંતુ દુઃખની અભિવ્યક્તિ હતી. આ જગ્યા ઊર્જા, યાદો અને તમારા સૌથી પ્રિય ક્ષણોથી ભરેલી હતી. પરંતુ ચોથી જૂને બધું બદલી નાખ્યું. તે દિવસે અમારા હૃદય તૂટી ગયા અને ત્યારબાદનું મૌન અમારા શોકનું માધ્યમ બની ગયું. એ મૌનમાં અમે શોક વ્યક્ત કરી રહ્યા હતા. અમે સાંભળી રહ્યા હતા. અમે શીખી રહ્યા હતા અને ધીમે ધીમે અમે ફક્ત પ્રતિક્રિયા આપવાથી આગળ વધીને કંઈક નવું બનાવવાનું શરુ કર્યું. એવું કંઈક જેના પર અમે સંપૂર્ણપણે વિશ્વાસ રાખતા હતા.'

આરસીબીએ આગળ લખ્યું, 'અહીંથી જ ‘RCB Cares’ની શરુઆત થઈ હતી. આ અમારા ચાહકોને સન્માન આપે, તેમની સંભાળ રાખવાની અને તેમની પડખે ઊભા રહેવાની જરૂરિયાતમાંથી થયો હતો. એક એવું પ્લેટફોર્મ જે આપણા સમુદાય અને ચાહકો દ્વારા મળીને ઘડાયું હતું. આજે અમે આ સ્થળે પાછા ફરીએ છીએ, ઉજવણી કરવા નહીં, પણ કાળજી લેવા માટે, શેર કરવા માટે, તમારી સાથે ઊભા રહેવા માટે, સાથે મળીને આગળ વધવા માટે અને કર્ણાટકનું ગૌરવ બનવા માટે.'

Tags :