રવીન્દ્ર જાડેજાને 1683 દિવસ બાદ ICC નો ઝટકો, નંબર-1 ઓલરાઉન્ડરનું તાજ છીનવાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ravindra Jadeja: ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની જારી તાજેતરની રેન્કિંગમાં એક બાબત સામે આવી, જેના પર કોઈનું ધ્યાન ન ગયું, પરંતુ આનાથી રવીન્દ્ર જાડેજાને મોટો ઝાટકો મળ્યો છે. વાસ્તવમાં ભારતીય ઓલરાઉન્ડર 1683 દિવસો સુધી ટેસ્ટ ક્રિકેટનો નંબર-1 ઓલરાઉન્ડર બની રહ્યો, પરંતુ હવે આ તાજ તેના શિરેથી છીનવાઈ ગયુ છે.
સાઉથ આફ્રિકાના માર્કો જેન્સેન એ લેટેસ્ટ રેન્કિંગમાં જાડેજાને પાછળ છોડીને ટેસ્ટ ઓલરાઉન્ડરના તાજ પર કબજો કરી લીધો છે. જેન્સેનની રેન્કિંગમાં આ ઉછાળો ઓસ્ટ્રેલિયા સામેની બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચમાં આવ્યો.
જાડેજાનું રાજ ખતમ
ગકરબેહા (Gqeberha)માં તેણે 85 રન બનાવ્યા હતા અને પહેલી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ દમદાર પ્રદર્શન પછી 26 વર્ષીય જેન્સેન ટેસ્ટ બેટિંગમાં 13 સ્થાન ઉપર ચઢીને 56મા નંબરે પહોંચ્યો છે, બોલિંગમાં 5 સ્થાન ઉપર આવીને મિચેલ સ્ટાર્કને પાછળ છોડીને નંબર-1 બોલર બની ગયો અને ઓલરાઉન્ડર રેન્કિંગમાં એક નંબર ઉપર ચઢીને જાડેજાનું રાજ ખતમ કરી દીધું. જાડેજા હવે 422 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા નંબર પર છે.
જાડેજાનું આ રાજ 20 માર્ચ 2022ના રોજ શરૂ થયું હતું, જ્યારે તેણે જેસન હોલ્ડર પાસેથી ટોપ સ્પોર્ટ છીનવ્યું હતું. ચાર વર્ષથી વધુ સમય સુધી તે આ ગાદી પર કાબીજ રહ્યો.
ઈશાન કિશનને પછાડી નંબર-1 પર અભિષેક શર્મા
જ્યારે અભિષેક શર્માએ વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારી અને 38 બોલ પર 113 રન બનાવ્યા. આમ તે ઈશાન કિશનને પાછળ છોડીને T20I બેટ્સમેન રેન્કિંગમાં નંબર-1 બની ગયો. કિશને જુલાઈમાં અભિષેક પાસેથી આ પદ છીનવ્યું હતું. અભિષેક પહેલીવાર જુલાઈ 2025માં ટ્રેવિસ હેડને પછાડીને ટોપ પર પહોંચ્યો હતો.




