Get The App

BCCIના નવા અધ્યક્ષ તરીકે આ હસ્તીનું નામ ફાઈનલ! રોજર બિન્નીનો આવતા મહિને કાર્યકાળ પૂરો

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
BCCIના નવા અધ્યક્ષ તરીકે આ હસ્તીનું નામ ફાઈનલ! રોજર બિન્નીનો આવતા મહિને કાર્યકાળ પૂરો 1 - image


Image Source: Twitter

Rajeev Shukla To Become BCCI Chief: રાજીવ શુક્લા BCCIના નવા અધ્યક્ષ બનશે. તેઓ આગામી મહિને વર્તમાન અધ્યક્ષ રોજર બિન્નીનું સ્થાન લેશે. એક ન્યૂઝ એજન્સીએ BCCIના સૂત્રોના હવાલે જણાવ્યું કે, રાજીવ શુક્લા આગામી મહિને બોર્ડના અધ્યક્ષ તરીકે રોજર બિન્નીનું સ્થાન લેશે. આવતા મહિને 70 વર્ષીય બિન્નીનો કાર્યકાળ પૂરો થશે.

શુક્લાને પહેલા 3 મહિના માટે BCCIના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવશે 

અન્ય એક અહેવાલ પ્રમાણે શુક્લાને પહેલા 3 મહિના માટે BCCIના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવશે. તેમની ઉંમર 65 વર્ષ છે. શુક્લા સપ્ટેમ્બરમાં BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ યોજાશે ત્યારે પૂર્ણ-સમયના અધ્યક્ષ તરીકે ચૂંટણી લડી શકશે.

રોજર બિન્નીનો આવતા મહિને કાર્યકાળ પૂરો

રોજર બિન્ની ઓક્ટોબર 2022માં BCCIના અધ્યક્ષ બન્યા હતા. તેમણે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું સ્થાન લીધું હતું. તેઓ 19 જુલાઈના રોજ 70 વર્ષના થઈ રહ્યા છે, તેથી તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. જસ્ટિસ લોઢા સમિતિની ભલામણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે BCCIનો કોઈપણ અધિકારી 70 વર્ષથી વધુ ઉંમરનો ન હોઈ શકે. તેથી આવતા મહિને BCCIએ નવા અધ્યક્ષની પસંદગી કરવી પડશે.

રાજીવ શુક્લા હાલમાં BCCIના ઉપાધ્યક્ષ

રાજીવ શુક્લા હાલમાં BCCIના ઉપાધ્યક્ષ છે. તેઓ 2020થી આ પદ પર છે. અહેવાલ પ્રમાણે શુક્લા કાર્યકારી અધ્યક્ષ જ બનશે. સપ્ટેમ્બર મહિનામાં નવા પૂર્ણ-સમયના અધ્યક્ષની પસદંગી થઈ શકે છે. 

આ પણ વાંચો: IPLના ઈતિહાસમાં પહેલીવાર મુંબઈ 200+નો સ્કોર કરી હારી, પ્લેઓફમાં પંજાબે સૌથી સફળ રનચેઝ કર્યો

એક ન્યૂઝ એજન્સીએ BCCIના સૂત્રોનો હવાલો આપીને જણાવ્યું કે, 'પરંપરા પ્રમાણે આવી સ્થિતિમાં BCCIના સૌથી વરિષ્ઠ અધિકારીને આ કાર્યભાર સોંપવામાં આવે છે. તેઓ (રાજીવ શુક્લા) સપ્ટેમ્બરમાં આગામી ચૂંટણી સુધી આ પદ સંભાળશે.'

Tags :