Get The App

IPLના ઈતિહાસમાં પહેલીવાર મુંબઈ 200+નો સ્કોર કરી હારી, પ્લેઓફમાં પંજાબે સૌથી સફળ રનચેઝ કર્યો

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
IPLના ઈતિહાસમાં પહેલીવાર મુંબઈ 200+નો સ્કોર કરી હારી, પ્લેઓફમાં પંજાબે સૌથી સફળ રનચેઝ કર્યો 1 - image


Punjab Kings Create History: IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સે ક્વોલિફાયર 2માં 203 રન બનાવ્યા છતાં હારનો સામનો કરવો પડ્યો હતો. આઈપીએલના ઇતિહાસમાં આ પહેલી વાર છે, જ્યારે મુંબઈએ 200થી વધુ રન બનાવ્યા છતાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં ક્યારેય એવું જોવા મળ્યું નથી કે મુંબઈ ઈન્ડિયન્સ 200થી વધુ રન બનાવ્યા પછી પણ હારી હોય.

પંજાબ કિંગ્સે ઇતિહાસ રચ્યો

ક્વૉલિફાયર 2 જીતવા માટે મુંબઈ ઈન્ડિયન્સે પંજાબને 204 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેને 19મી ઓવરમાં ચેઝ કરતાં શ્રેયસ અય્યરની ટીમ ફાઈનલમાં પ્રવેશી હતી. આઈપીએલના ઈતિહાસમાં પ્લેઓફમાં કોઈપણ ટીમનું આ સૌથી સફળ રનચેઝ હતું. અગાઉ આ રેકોર્ડ કોલકાતા નાઈટ રાઈડર્સના નામે હતો જેણે IPL 2014માં PBKS સામે જ આ રેકોર્ડ બનાવ્યો હતો.

પંજાબ કિંગ્સે મેચ 5 વિકેટથી જીતી લીધી

પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા. મુંબઈ તરફથી તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે 44-44 રન બનાવ્યા. આ ઉપરાંત જોની બેયરસ્ટોએ 38 રન બનાવ્યા. જ્યારે પંજાબ કિંગ્સે આ લક્ષ્ય 1 ઓવર પહેલા જ પ્રાપ્ત કરી લીધું. જેમાં કેપ્ટન શ્રેયસ ઐયરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ મેચમાં ઐયરે 41 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ રમી.

IPLના ઈતિહાસમાં પહેલીવાર મુંબઈ 200+નો સ્કોર કરી હારી, પ્લેઓફમાં પંજાબે સૌથી સફળ રનચેઝ કર્યો 2 - image



Tags :