IPL 2023માં આજે ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રોયલ્સની થશે ટક્કર, બંને ટીમ ગત વર્ષની ફાઈનલિસ્ટ
આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે મેચ રમાશે
બંને ટીમો પોતાની અગાઉની મેચ હારી ચૂકી છે
IPL 2023માં 48મી લીગ મેચમાં આજે ગત વર્ષની ફાઈનલિસ્ટ ટીમ વચ્ચે ટક્કર થશે. આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે મેચ રમાશે. રાજસ્થાન અને ગુજરાતની બંને ટીમો પોતાની અગાઉની મેચ હારી ચૂકી છે. આ સ્થિતિમાં બંને જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
બંને ટીમો વચ્ચે રોમાંચક મેચ જોવા મળી શકે
ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં પણ શાનદાર ફોર્મમાં છે. આ બંને ટીમો વચ્ચે રોમાંચક મેચ જોવા મળી શકે છે. ગુજરાત અને રાજસ્થાન આ સીઝનમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે રમ્યા હતા. આ મેચમાં સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમ જીતી હતી. આજે ફરી એકવાર બંને ટીમો આમને-સામને થશે. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સમાં પ્રતિભાની કોઈ કમી નથી પરંતુ ટીમ સતત જીત નોંધાવવામાં નિષ્ફળ રહી છે. છેલ્લી 6 મેચમાં ટીમે 3 જીતી છે, જ્યારે 3માં હારનો સામનો કરવો પડ્યો છે.
Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો
ગુજરાત અને રાજસ્થાન હેડ ટુ હેડ
હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રહેલી ગુજરાત ટાઇટન્સના આંકડા રાજસ્થાન સામે આશ્ચર્યજનક રહ્યા છે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ગત સિઝનમાં કુલ 3 વખત સામસામે ટકરાયા હતા. ગુજરાતે રાજસ્થાનને ત્રણમાંથી ત્રણ વખત હરાવ્યું હતું, જેમાં એક IPL 2022ની ફાઈનલ હતી. જો કે, IPL 2023ની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને તેનો બદલો લીધો હતો. બંને ટીમો વચ્ચે IPLમાં અત્યાર સુધીમાં કુલ 4 મેચ રમાઈ છે. ચારમાંથી ત્રણમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે જ્યારે એક રાજસ્થાન રોયલ્સનો વિજય થયો છે.
રાજસ્થાનને ટોપ પર પહોંચવાની તક
આજે જો રાજસ્થાન રોયલ્સ આ મેચ જીતે તો ટીમના નેટ રનરેટના આધારે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી જશે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સના બેટ્સમેનોએ દિલ્હી સામે તેમના ખરાબ પ્રદર્શનને ભુલાવીને રમવુ પડશે. દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર લયમાં ચાલી રહેલા શુભમન ગિલ અને ડેવિડ મિલરની નિષ્ફળતાને કારણે ટીમ 130 રનના ટાર્ગેટને ચેઝ કરવામાં નિષ્ફળ રહી હતી.
બંને ટીમોની સંભવિત ઈલેવન
રાજસ્થાન રોયલ્સ સંભવિત પ્લેઈંગ 11: જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (c, wk), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા અને ટ્રેન્ટ બોલ્ટ.
ગુજરાત ટાઇટન્સ સંભવિત પ્લેઇંગ 11: રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (c), વિજય શંકર, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહેમદ અને મોહિત શર્મા.