Get The App

રાજસ્થાન રૉયલ્સને મોટો ઝટકો, સંજૂ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો સમગ્ર મામલો

Updated: Mar 15th, 2025

GS TEAM

Google News
Google News
 sanju samson IPL 2025


IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) સીઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPL 2025 પહેલા રાજસ્થાન રૉયલ્સ (RR) ટીમને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન રૉયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનની ફિટનેસને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રાજસ્થાન રૉયલ્સ (RR) ને IPL 2025 માં તેની પ્રથમ મેચ 23 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમવાની છે.

સંજુ સેમસનની ફિટનેસને લઈને અપડેટ

રાજસ્થાન રૉયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઈંગ્લેન્ડ સામેની T20I સિરીઝ દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી સ્થિતિમાં, તેને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પહેલા બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા બેટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ હજુ સુધી એ અંગે કોઈ જાણકારી નથી મળી કે તે IPLમાં વિકેટકીપિંગ કરી શકશે કે નહી.

ધ્રુવ જુરેલ બની શકે છે ટીમનો નવો વિકેટકીપિર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેન્ટર ઓફ એક્સેલન્સના ફિઝિયો, સેમસનની બેટિંગ કરવાની ક્ષમતાથી સંતુષ્ટ છે, પરંતુ તેઓ વિકેટકીપિંગ કરતી વખતે ક્રિકેટરના કમ્ફર્ટ લેવલને પણ ચેક કરવા ઈચ્છે છે. જો સેમસનને વિકેટકીપિંગ માટે પરવાનગી નહીં મળે તો ધ્રુવ જુરેલને ટીમનો વિકેટકીપર બનાવવામાં આવી શકે છે. જુરેલને ફ્રેન્ચાઇઝીએ 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. ટીમમાં અન્ય કોઈ વિકેટકીપર-બેટ્સમેન નથી.

સંજુ સેમસન રાહુલ દ્રવિડ સાથે કામ કરવા માટે ઉત્સાહિત

સંજુ સેમસન ભારતના ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે, જેમણે રાજસ્થાનની કેપ્ટનશિપ પણ કરી છે. પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા સેમસને કહ્યું કે, 'રાહુલ સર તે જ હતા જેમણે મને ટ્રાયલ્સમાં જોયો હતો, તે મારી પાસે આવ્યા અને કહ્યું હતું કે તું મારી ટીમ માટે રમી શકે છે, ત્યારથી લઈને અત્યાર સુધી, હું ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન છું અને તેઓ પાછા આવી રહ્યા છે, હું રાહુલ સરની વાપસીથી આભારી છું, કારણ કે અમે બધા ફ્રેન્ચાઈઝીમાં છીએ, જ્યારે તેઓ ભારતીય ટીમમાં કેપ્ટન હતા ત્યારે હું તેના નેતૃત્વમાં રમ્યો હતો. કેપ્ટન-કોચનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે અને હું તેમની પાસેથી ઘણું શીખવા માટે ઉત્સાહિત છું.

આ પણ વાંચો: હું હંમેશા તારી સાથે છું...: અક્ષર પટેલને કૅપ્ટન બનાવાતા K L રાહુલે જુઓ શું કહ્યું

સંજુ અહીં જ ન અટક્યો અને આગળ કહ્યું, 'દ્રવિડ એક પ્રોફેશનલ ખેલાડી છે, તેઓ ખાતરી કરે છે કે બધું બરાબર થાય, હું ગયા મહિને તેની સાથે નાગપુરમાં રાજસ્થાન રૉયલ્સની સ્પોર્ટ્સ એકેડમીમાં સવારના દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી હતો, તે ગરમીમાં બેટર્સની બેટિંગ અને બોલરોને બોલિંગ કરતા જોતા રહ્યા, તેમની સાથે વાત કરતા રહ્યા, કોચ સાથે ચર્ચા કરતો રહ્યા. તેઓ દરેક બાબતમાં સંપૂર્ણપણે સામેલ છે. મને લાગે છે કે તૈયારી તેના કેરેક્ટરમાં મોટી ભૂમિકા ભજવે છે અને મને લાગે છે કે તેમનામાં કંઈક એવું છે જેના વિશે મારે થોડું વધુ શીખવાની જરૂર છે.'

રાજસ્થાન રૉયલ્સને મોટો ઝટકો, સંજૂ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો સમગ્ર મામલો 2 - image

Tags :